Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના ખોડીયાર ગામે હનુમાનદાદા પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા

    5 days ago

    અમદાવાદના ખોડીયાર ગામે 14 અને 15 માર્ચના રોજ જય રોકડીયા હનુમાનદાદાનો પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ બે દિવસીય કાર્યક્રમમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવના સમાપન પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સંતો-મહંતો, ખોડીયાર ગામના સરપંચ બાબુજી ગાંડાજી ઠાકોર, માજી સરપંચ પરશોત્તમભાઈ નારણભાઈ પટેલ અને બાદરજી નાથાજી ઠાકોર સહિત ગામના અગ્રણીઓ, નગરજનો અને આમંત્રિતો પણ જોડાયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત સૌને સાંસ્કૃતિક પરંપરા જાળવી રાખવા અને તેને આગળ વધારવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સમાજમાં વ્યસનમુક્તિ માટે પણ અપીલ કરી હતી.મહોત્સવ દરમિયાન યજ્ઞ, શોભાયાત્રા, સુંદરકાંડ પાઠ અને લોકડાયરા જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરપંચ, પૂર્વ સરપંચો અને અન્ય અગ્રણીઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે યોગદાન આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પાંડેસરામાં 18 વર્ષીય યુવકે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું:પરિજનો સાથે હસી-મજાક કરી જમ્યો અને રાત્રે રૂમમાં આપઘાત કર્યો
    Next Article
    ​ઈદગાહ મસ્જિદ ખાતે હજારો મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી:પદ્મશ્રી હાજી રમકડુંનું સન્માન કરાયું, હિન્દુ-મુસ્લિમ ભાઈઓએ એકબીજાને ગળે મળી પાઠવી મુબારકબાદી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment