Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હેત્વી ખીમસુરિયાને નેશનલ એથલેટિક્સમાં બે ગોલ્ડ મેડલ:વડોદરાની રાષ્ટ્રપતિ પુરસ્કાર વિજેતાએ ભાલાફેંક, શોટપૂટમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું

    1 week ago

    વડોદરાની સ્વામી વિવેકાનંદ માધ્યમિક શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતી હેત્વી કાંતિભાઈ ખીમસુરિયાએ નેશનલ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ ચેમ્પિયનશિપ પટના, બિહાર ખાતે યોજાઈ હતી. "નેશનલ એથલેટિક્સ ચેમ્પિયનશિપ ફોર ઓટીઝમ અને સેરેબ્રલ પાલ્સી" 2026માં યોજાઈ હતી. જેમાં સમગ્ર ભારતના 19 રાજ્યોમાંથી 600થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જુનિયર કેટેગરીના સ્ત્રી વિભાગમાં હેત્વીએ ભાલાફેંક અને શોટપૂટ બંને રમતોમાં પ્રથમ સ્થાન મેળવી બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ પહેલા, કુમારી હેત્વી ખીમસુરિયાને 2024માં કલા અને સંસ્કૃતિ વિભાગમાં "પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલપુરસ્કાર" મળ્યો હતો. આ પુરસ્કાર ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. હેત્વી જન્મથી 75% સેરેબ્રલ પાલ્સી જેવા રોગથી પીડાય છે. તેમ છતાં, તે રમતગમત ક્ષેત્રે પણ ઉત્તમ પ્રદર્શન કરી રહી છે.તેની આ સિદ્ધિઓ દિવ્યાંગ વ્યક્તિઓ માટે એક ઉદાહરણ પૂરું પાડે છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચના નવાબ પરિવારમાં દસ્તારબંધી સમારોહ યોજાયો:આદિલ અલી વજાહત ખાન નવમા નવાબ તરીકે જાહેર
    Next Article
    અંબે જય અંબે વિદ્યાલય હરણી ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી:વિદ્યાર્થીઓએ 56 ચકલી ઘર બનાવી પક્ષી સંરક્ષણનો સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment