Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    '56 ઈંચની છાતી હોય તો દિવસે બેનરને અડજો':'છઠ્ઠીનું ધાવણ યાદ ના કરાવે તો કોંગ્રેસના આગેવાનો નહીં', ગાંધીનગરમાં ગેનીબેને કહ્યું-'એટલે શું આ પોલીસના બાપની પેઢી છે'

    1 day ago

    'રાતે કોઈને ખબર ના હોય એ રીતે બેનર ના ફડાય. તમારી 56 ઈંચની છાતી હોય ને, તો દિવસે કોંગ્રેસના બેનરને અડજો તમારું છઠ્ઠીનું ધાવણ યાદ ના કરાવે તો કોંગ્રેસ પાર્ટીના આગેવાનો નહીં. અહીંની પોલીસ બધાને ધમકી આપે, રિક્ષાવાળાથી કરીને બધાને. SP ખુદ ફોન કરે- 'તમારે રિક્ષા ચલાવવી છે, તમારે ધંધો કરવો છે, તમારે લારી ચલાવવી છે?' એટલે શું આ પોલીસના બાપની પેઢી છે.' આ શબ્દો છે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરના. ગાંધીનગર વોર્ડ-6માં કોંગ્રેસના બેનરો ફાડી નાખવામાં આવ્યા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 7માં કોંગ્રેસના બેનરો રાતોરાત ફાડી નાખવાની કાયરતાપૂર્ણ હરકતો અને પોલીસ પ્રશાસનનો દુરુપયોગ કરી વિપક્ષી કાર્યકરોને ધમકાવવા આક્ષેપ કરાયો છે. આ વચ્ચે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે ગાંધીનગરમાં જાહેર સભામાંથી ભાજપની ડરપોક અને નેગેટિવ ચૂંટણી નીતિ પર આકરા પ્રહારો કરતા ખુલ્લો પડકાર ફેંક્યો હતો. 'ફતેપુરામાં રેલમછેલ દારૂ વેચાય છે બંધ કરાવો' મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6માં યોજાયેલી કોંગ્રેસની જાહેરસભામાં સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં હારના ડરથી વિપક્ષને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે જે લોકશાહી માટે ઘાતક છે. તમારું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. કોંગ્રેસના કાર્યકરો અને મતદારોને ધમકી આપવાનું કામ તમારું નથી. અને છતાંય તમે એટલી બધી તાકાત ધરાવતા હોવ અને તમારામાં ડ્યુટી પ્રત્યેની તમારી સહેજ પણ જે ફરજ છે એ અદા કરવાની તમારામાં તાકાત હોય, તો કોંગ્રેસના કાર્યકરોને ધમકી આપવાની જરૂર નથી. આ ફતેપુરામાં ને બધે રેલમછેલ દારૂ વેચાય છે એ બંધ કરવાની જવાબદારી તમારી પોલીસની છે. 'લોકશાહી ઢબે ચૂંટણી થવા દો' વધુમાં ગેનેબીને જણાવ્યું હતું કે, એમાં તો હપ્તા મહિને ઉઘરાવવા છે! ઉઘરાવો છો કે નથી ઉઘરાવતા? ગરીબ સમાજના યુવાનોને બરબાદ કરવાનું. નાની નાની ઉંમરે બહેનો વિધવા થાય, એ તમને નથી દેખાતું. અને ચૂંટણીઓ આવે એટલે બેફામ રીતે વહીવટી તંત્ર એનો સત્તાનો દુરુપયોગ કરે. આમ તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા હાજર ન હોત તો થોડુંક કડક ભાષામાં કહેત. પણ એ હાજર છે એટલે મર્યાદા છે. તમારામાં તાકાત હોય ને, તો આ 11મી તારીખે મતદાન પતવા દો અને એ પહેલાં જો તમારે એટલી ઉતાવળ હોય તો તમે મેદાન નક્કી કરો, અહીંયા તમે જે રીતે લડવા માગતા હોવ એ રીતે લડવાની તૈયારી અમારા બધાની છે. પણ મહેરબાની કરીને લોકશાહી ઢબે ચૂંટણી થવા દો. મનપાની ચૂંટણી નજીક આવતા જ સરકારી તંત્ર અને પોલીસ પ્રશાસનના દુરુપયોગના આક્ષેપો વચ્ચે આ ચૂંટણી માત્ર બે પક્ષ વચ્ચેની લડાઈ રહી નથી. પરંતુ તે વહીવટી તંત્રની નિષ્પક્ષતા સામે પણ મોટો સવાલ બની ગઈ છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આ ચૂંટણીમાં યુવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જેના કારણે ભાજપના નેતાઓની ચિંતા વધી છે. આ જોતા રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આગામી દિવસોમાં મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ વધુ રસાકસીભર્યો બનશે.
    Click here to Read More
    Previous Article
    10 હજારથી વધુ મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર:સુરતમાં PG એડમિશનના છેલ્લા દિવસે વિદ્યાર્થીઓ અટવાયા, રાજકોટમાં આવક-જાતિનાં દાખલા સહિતનાં કામો અટકતા અરજદારો પરેશાન
    Next Article
    કોંગ્રેસના કાર્યકરની AI જનરેટેડ પોસ્ટથી વિવાદ:અધિકારીની સરખામણી શ્વાન સાથે કરી, લખ્યું, અધિકારી નાગરિકોની સેવા નહીં પણ એક પક્ષના નેતાની આગળ પાછળ ફરે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment