Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાંધણ ગેસની અછતને લઈ ઋષિકેશ પટેલે શું કહ્યું?:એક જ દિવસમાં અનેક જિલ્લામાં બોમ્બની ધમકી, અંગ દઝાડતી ગરમીની નવી આગાહી

    1 day ago

    ઊર્જા મંત્રીએ ગેસ સપ્લાય મુદ્દે આપી હૈયાધારણાં મિડલ ઇસ્ટ તણાવ વચ્ચે રાજ્યમાં રાંધણ ગેસની સંભવિત સમસ્યા પર ઊર્જા મંત્રીએ આશ્વાસન આપ્યું. ગેસની તંગી ન સર્જાય તે માટે ઈન્ડસ્ટ્રિયલ ગેસમાં 50 ટકાનો કાપ કર્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોંગ્રેસે શરુ કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રક્રિયા શરૂ કરી.. QR કોડ મારફતે ઉમેદવારી કરવા માંગતા લોકોની અરજી મંગાવવામાં આવી છે. 11થી 20 માર્ચ દરમિયાન ઉમેદવારોને સાંભળવામાં આવશે.. 50% બેઠક પર યુવાનોને તક અપાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાસપોર્ટ ઓફિસ,પોસ્ટ ઓફિસ અને યુનિ.ને ધમકી વડોદરાની પારુલ યુનિ, ભાવનગર પાસપોર્ટ વિભાગ અને સુરત, જૂનાગઢમાં પોસ્ટ ઓફિસ, રાજકોટ પોસ્ટ ઓફિસ, પાસપોર્ટ ઓફિસ અને અમદાવાદ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રતિબંધિત ડ્રગ્સ સપ્લાય કરતા આરોપીઓ ઝડપાયા ગુજરાત એટીએસે વિદેશમાં પ્રતિબંધિત ડ્રગ્સને ખોટા લેબલથી સપ્લાય કરતા સુરતના ત્રણ અને અન્ય 2 યુવકોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ એલોવેરા પાઉડરના નામે સ્પેસ ઓઈલ તરીકે ઓળખાતા ડ્રગ્સને અલગ અલગ દેશોમાં પહોંચાડતા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુદાનના યુવકનું રોડ અકસ્માતમાં મોત ગાંધીનગરમાં સુદાનના યુવકનું રોડ અકસ્માતમાં મોત થયું. ઈન્દ્રોડા ગામના કટ પાસે યુવકનું એક્ટિવા બેરીકેડ સાથે અથડાયું અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 21 વર્ષની યુવતીએ 17 વર્ષના સગીરને ભગાડ્યો રાજકોટના વિરપુરના 17 વર્ષના સગીરને મધ્યપ્રદેશની 21 વર્ષીય યુવતી ભગાડી ગઈ.. બંને વચ્ચે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી પ્રેમ પાંગર્યો હતો.જો કે પોલીસે સુરત રેલવે સ્ટેશન પર બંનેને પકડીને સગીરને તેના પરિવારને સોંપ્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 16 વર્ષના સગીરે 3થી 4 વાહનોને અડફેટે લીધા વડોદરામાં 16 વર્ષના સગીરે પૂરઝડપે કાર ચલાવીને 3થી 4 વાહનોને અડફેટે લીધા હતા..કાર અમિતનગર બ્રિજ નીચે ટેમ્પો સાથે અથડાઈને અટકી ગઈ. જે બાદ ટોળાએ સગીરને મેથીપાક ચખાડ્યો. સગીર માતાપિતાની જાણ બહાર કાર લઈને આઈસક્રીમ ખાવા નીકળી પડ્યો હતો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બુટલેગરે PI પર નોટોનો વરસાદ કર્યો મહેસાણાના કટોસણ ગામમાં બુટલેગરે પીઆઈ પર રુપિયા વરસાવ્યા.નોટોનો આ વરસાદમાં પોલીસ વિભાગની આબરુ ધોવાઈ જતા મહેસાણા એસપીએ તાત્કાલિક અસરથી પીઆઈને સસ્પેન્ડ કરી દીધા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો GFના ખભે હાથ મુકી હાર્દિક પંડ્યા એરપોર્ટથી રવાના ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં જીત મેળવ્યા બાદ આજે હાર્દિક પંડ્યા ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે અમદાવાદ એરપોર્ટથી રવાના થયા. તો અભિષેક શર્મા પણ મુંબઈ જવા રવાના થયો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માર્ચની શરુઆતમાં જ પારો 41ને પાર પહોંચ્યો માર્ચની શરુઆતમાં જ તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું. રાજકોટ- અમદાવાદમાં પારો 41ને પાર પહોંચ્યો.. હજુ 3 દિવસ અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    ચીનમાં 56 વંશીય સમુદાયોને એક કરવા નવો કાયદો:આમાં જુદા જુદા સમુદાયોમાં લગ્નને પ્રોત્સાહન, બાળકોને કમ્યુનિસ્ટ પાર્ટી પ્રત્યે પ્રેમ શીખવવાની વાત
    Next Article
    હાટકેશ્વર બ્રિજ ડિમોલીશન સમયે મહિલા પર રેતી-કોંક્રિટના કોથળા પડ્યા:સારવાર માટે ખસેડાઈ, તોડફોડ ચાલુ હોવા છતા વાહનવ્યવહાર ચાલુ રખાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment