Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના નવાબ પરિવારમાં દસ્તારબંધી સમારોહ યોજાયો:આદિલ અલી વજાહત ખાન નવમા નવાબ તરીકે જાહેર

    1 week ago

    ભરૂચના નવાબ પરિવારમાં પેઢી દર પેઢી ચાલતી આવતી પરંપરા મુજબ 'દસ્તારબંધી' વિધિ યોજાઈ હતી. આ સમારોહમાં આદિલ અલી વજાહત ખાનને ભરૂચના નવમા નવાબ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ ગૌરવપૂર્ણ સમારોહ ભરૂચની હઝરત એદ્રુશ બાવાની દરગાહ ખાતે યોજાયો હતો. આદિલ અલી વજાહત ખાન આઠમા નવાબ વજાહત અલી ખાનના પુત્ર છે. તેમના દાદા સાતમા નવાબ સુજાઅત અલી ખાન હતા. નવાબ પરિવારનો વંશ મરહુમ નવાબ મિર્ઝા શુજાઅત અલી ખાન નિઝામી સુધી પહોંચે છે, જેમને પરિવારની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત શાખાના વડા માનવામાં આવે છે. દસ્તારબંધી સમારોહ દરમિયાન મસ્જિદના પેશ ઈમામ અને દરગાહના ખાદીમની હાજરીમાં વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. દરગાહના સજ્જાદા નશીન હઝરત સૈયદ શહાબુદ્દીન એડ્રુસી (સહાબ બાવા) દ્વારા દુઆઓ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ અવસરે નવાબ સાહેબના નાના ભાઈ નવાબઝાદા અઝમત અલી ખાન સહિત પરિવારજનો, સંબંધીઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સમારોહની વ્યવસ્થા ઝૈનુદ્દીન વફીઉદ્દીન સૈયદ અને અઝહરુદ્દીન વફીઉદ્દીન સૈયદ દ્વારા સુચારૂ રીતે સંભાળવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    રાહી ફાઉન્ડેશને માતૃભાષા અભિયાનને 220 પ્રેરક પુસ્તકો ભેટ આપ્યા:જયેશ પરીખ લિખિત પુસ્તકો વિવિધ ગ્રંથ મંદિરોમાં મુકાશે
    Next Article
    હેત્વી ખીમસુરિયાને નેશનલ એથલેટિક્સમાં બે ગોલ્ડ મેડલ:વડોદરાની રાષ્ટ્રપતિ પુરસ્કાર વિજેતાએ ભાલાફેંક, શોટપૂટમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment