Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુમકુમ મંદિરના સંતોએ માંડવી દરિયાકિનારે પુષ્પઅભિષેક કર્યો:માંડવીનું જળ મસ્તકે ચડાવવાથી શ્રેય થાય છે: સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

    6 days ago

    અમદાવાદના સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગરના સંતોએ માંડવી દરિયાકિનારે હરિકૃષ્ણ મહારાજ પર પુષ્પોથી અભિષેક કર્યો હતો. સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત આ મંદિરે સ્વામિનારાયણ મંત્રની ધૂન અને કીર્તન કર્યા હતા. ત્યારબાદ યોજાયેલી સત્સંગ સભામાં પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ ભક્તિ અને સત્સંગથી મળતા સુખ અંગે પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ માંડવીના ઇતિહાસ અને મહિમા વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ઇ.સ. 1581માં રાવ ખેંગારજીએ માંડવીની સ્થાપના કરી હતી. આજથી 400 વર્ષ પહેલાં માંડવી વિશ્વમાં જહાજ બનાવવા માટે ખૂબ જ પ્રસિદ્ધ હતું. માંડવી કિનારે આવેલો વિજય પેલેસ, જે ઈ.સ. 1929માં મહારાજ વિજયરાજજીએ બંધાવ્યો હતો, તે ખૂબ જ જાણીતો છે. અહીંની સફેદ રેતી અને સુંદર દરિયાકિનારો પણ પ્રવાસીઓમાં લોકપ્રિય છે. આ ઉપરાંત, માંડવીમાં મોટી સંખ્યામાં પવનચક્કીઓ આવેલી હોવાથી તે એશિયાના વિન્ડ ફાર્મ પ્રોજેક્ટ તરીકે પણ પ્રસિદ્ધ છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ વધુમાં જણાવ્યું હતું કે,સ્વામિનારાયણ ભગવાન અનેક વખત માંડવી પધાર્યા હતા અને આ દરિયામાં સ્નાન કર્યું હતું. તેમણે માંડવીમાં ખૈયા ખત્રી સાથે શાસ્ત્રાર્થ કરીને તેમને સત્સંગી બનાવ્યા હતા, જેના પરિણામે માંડવીમાં અનેક લોકો સત્સંગી બન્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત મુક્તજીવન સ્વામીબાપાએ પણ માંડવીના જળમાં ઘણી વખત સ્નાન કર્યું હતું. કુમકુમ મંદિરના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ પણ આ દરિયાના જળથી શ્રી હરિકૃષ્ણ મહારાજ પર અનેક વખત અભિષેક કર્યો છે અને પોતે પણ સ્નાન કર્યું છે. આથી માંડવીનો દરિયાકિનારો પ્રસાદીમય બન્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આવા પ્રસાદીમય જળમાં જે કોઈ સ્નાન કરે અથવા મહિમા સહિત તે જળને મસ્તકે ચડાવે, તેના જીવનું કલ્યાણ થાય છે. આ જ કારણોસર આજે અહીં ભગવાન પર અભિષેક અને સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    બાજીપુરામાં ચકલી-પોપટનો જુગાર ઝડપાયો:તાપી LCBએ દરોડો પાડી 5 શખ્સોને પકડ્યા, 30 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    વલસાડના સેગવી પાસે દારૂ ભરેલી કાર પલટી:બુટલેગર કાર મૂકી ફરાર, ₹4.65 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment