Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાજીપુરામાં ચકલી-પોપટનો જુગાર ઝડપાયો:તાપી LCBએ દરોડો પાડી 5 શખ્સોને પકડ્યા, 30 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

    6 days ago

    તાપી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારના બાજીપુરા ગામમાં દરોડો પાડ્યો હતો. હળપતિ વાસમાં ચાલતા જુગારધામ પર કાર્યવાહી કરીને 5 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. LCB ના PSI કે.આર. પટેલ અને તેમની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ અને હરપાલસિંહને બાતમી મળી હતી કે, બાજીપુરા ગામના હળપતિ વાસમાં ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો 'ચકલી-પોપટ' નામનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે રાત્રિના સમયે દરોડો પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં હિરેન કાંતીલાલ ચૌધરી (રહે. વાલોડ, મૂળ વ્યારા), ભરત કિરીટભાઇ ચૌધરી (રહે. બાજીપુરા, વાલોડ), અનિલ રમણભાઇ ચૌધરી (રહે. બુહારી, વાલોડ), દિલીપ મોકેનભાઇ ગામીત (રહે. બાજીપુરા, મૂળ મહારાષ્ટ્ર) અને જયેશ મહેશભાઇ કોંકણી (રહે. દેગામા, વાલોડ) નો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી જુગારના દાવ પરના રૂ. 740 અને અંગઝડતીના રૂ. 9,430 મળી કુલ રૂ. 10,170 રોકડા કબજે કર્યા હતા. આ ઉપરાંત, રૂ. 20,000ની કિંમતના 4 મોબાઈલ ફોન, પ્લાસ્ટિકનો ચાર્ટ, શેતરંજી અને જુગારના અન્ય સાહિત્ય સહિત કુલ રૂ. 30,170નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ-12 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી માટે વાલોડ પોલીસને સોંપવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    LPG સંકટઃ 20% લોકો બ્લેકમાં સિલિન્ડર ખરીદી રહ્યા છે:₹4,000 સુધી વધુ ચૂકવવા પડી રહ્યા છે, 68% ઘરમાં સમયસર ગેસ પહોંચી રહ્યો નથી
    Next Article
    કુમકુમ મંદિરના સંતોએ માંડવી દરિયાકિનારે પુષ્પઅભિષેક કર્યો:માંડવીનું જળ મસ્તકે ચડાવવાથી શ્રેય થાય છે: સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment