Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના સેગવી પાસે દારૂ ભરેલી કાર પલટી:બુટલેગર કાર મૂકી ફરાર, ₹4.65 લાખનો મુદ્દામાલ જપ્ત

    6 days ago

    વલસાડના સેગવી ગામ પાસે મોડી રાત્રે વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત બાદ બુટલેગર કાર અને દારૂનો જથ્થો છોડીને ફરાર થઈ ગયો હતો. પોલીસે કુલ ₹4.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ શરૂ કરી છે. આ ઘટના ગત રાત્રે આશરે 12:10 વાગ્યાના અરસામાં સેગવી ગામના લીમડા ચોક પાસે બની હતી. સફેદ રંગની સ્વીફ્ટ કાર (નંબર: GJ-15-CG-2619) પૂરઝડપે પસાર થઈ રહી હતી ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની જાણ થતાં વલસાડ ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂની 1280 બોટલ (કિંમત ₹2,60,600), સ્વીફ્ટ કાર (કિંમત ₹2,00,000) અને એક મોબાઈલ ફોન (કિંમત ₹5,000) સહિત કુલ ₹4,65,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના એ.પી.કો. ધીરેનકુમાર બીપીનચંદ્રએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 281, મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184 તથા ગુજરાત નશાબંધી અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. PI એસ. એન. ગડડુ વધુ તપાસ ચલાવી રહ્યા છે અને કારના રજિસ્ટ્રેશન નંબરના આધારે વોન્ટેડ આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કુમકુમ મંદિરના સંતોએ માંડવી દરિયાકિનારે પુષ્પઅભિષેક કર્યો:માંડવીનું જળ મસ્તકે ચડાવવાથી શ્રેય થાય છે: સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
    Next Article
    મહીસાગરમાં ઈદની ઉજવણી:સંતરામપુરમાં ઈદુલ ફિત્રની નમાઝ અદા કરી, ઈદગાહ મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એક બીજાને શુભેચ્છાઓ પાઠવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment