Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે દિવસીય મિલેટ મહોત્સવનો પ્રારંભ:યુવા પેઢીને જંક ફૂડ છોડીને પોષક મિલેટ આહાર અપનાવવા પૂર્વ મેયરનો અનુરોધ

    6 days ago

    36 પ્રદર્શન-કમ-વેચાણ અને 15 લાઈવ ફૂડ કોર્ટ સાથે મિલેટ મહોત્સવ બન્યો જનઆકર્ષણનું કેન્દ્ર ભાવનગર ખાતે જવાહર મેદાનમાં કમિશનરના અધ્યક્ષસ્થાને તથા પૂર્વ મેયર ભરત બારડની પ્રેરક ઉપસ્થિતિમાં બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો, આ મહોત્સવનો હેતુ જનસમુદાયમાં પોષક અનાજ એટલે કે શ્રી અન્ન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો તેમજ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો છે મહોત્સવમાં 36 પ્રદર્શન-કમ-વેચાણ સ્ટોલ અને 15 લાઈવ ફૂડ કોર્ટ ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં મિલેટ આધારિત વિવિધ વાનગીઓ તથા પ્રાકૃતિક ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ મેયર ભરતભાઈ બારડે જણાવ્યું હતું કે, જુવાર, બાજરી અને રાગી જેવા મિલેટ્સ પોષક તત્વોથી ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયક છે તેમણે યુવા પેઢીને જંક ફૂડથી દૂર રહી શ્રી અન્ન આધારિત આહારશૈલી અપનાવવા અનુરોધ કર્યો હતો, તેમણે વધુમાં જણાવ્યું કે, મિલેટ આધારિત આહાર દ્વારા નાની ઉંમરે થતા અનેક રોગોથી બચી શકાય છે. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કૃષિ ક્ષેત્રને મળતા પ્રોત્સાહનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, મિલેટને લોકઆંદોલનનું સ્વરૂપ આપવા આવા મહોત્સવો મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે, મિલેટની વાનગીઓ આહારમાં લેવાથી નાની ઉમરે થતા રોગોથી મુક્તિ મળતી હોવાનું જણાવ્યું હતું. આજથી શરૂ થયેલ આ બે દિવસીય મહોત્સવ દરમિયાન શહેરના નાગરિકો તથા ખેડૂતોને મિલેટના આરોગ્યલક્ષી ફાયદા અને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી રહી છે. સાથે જ ખેડૂતો માટે માર્ગદર્શન અને નવી ટેકનિકની જાણકારી ઉપલબ્ધ કરવામાં આવી છે. આ કાર્યક્રમનું આયોજન ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, ડેપ્યુટી કમિશનર જયકુમાર રાવળ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અક્ષયભાઈ વ્યાસ, પૂર્વ મેયર કિર્તીબેન દાણીધારીયા, કુમારભાઈ શાહ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર જે.એન.પરમાર તથા આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જૂના પાદરા રોડ પર લેન્ડ ગ્રેબિંગ:ખોટા દસ્તાવેજ અને બોગસ સહીથી જમીન પચાવી પાડયાના એસ્ટેટ બ્રોકરના આક્ષેપ, 4 સામે FIR
    Next Article
    ભાવનગરમાં શાનોશૌકત સાથે રમઝાન ઈદની ઉજવણી:જિલ્લા જેલ સહિત અલગ-અલગ ઈદગાહમાં સમૂહ નમાઝ અદા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment