Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં શાનોશૌકત સાથે રમઝાન ઈદની ઉજવણી:જિલ્લા જેલ સહિત અલગ-અલગ ઈદગાહમાં સમૂહ નમાઝ અદા કરાઈ

    6 days ago

    લઘુમતી સમાજના પવિત્ર રમજાન માસની પૂર્ણાહુતિ થઈ હતી. આજરોજ ભાવનગરમાં મુસ્લિમ સમુદાય દ્વારા રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી. શહેરની અલગ-અલગ મસ્જિદોમાં ખુદા બંદગી સાથે સમૂહ નમાઝ અદા કરી મુસ્લિમ બિરાદરોએ અરસપરસ ઈદની મુબારકબાદી પાઠવી હતી. એકબીજાએ ઈદની મુબારકબાદી પાઠવી અલ્લાહ પાકના પાક માસ રમજાનનું સમાપન થયું હતું. ગતરોજ ઢળતી ચાંદના દીદાર થતા જ આજરોજ ઈમામો દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે શહેરની અલગ-અલગ મસ્જિદોમાં મોટી સંખ્યામાં મુસ્લિમો એકઠા થયા હતા અને ઈબાદતની બંદગી સાથે સમૂહ નમાઝ અદા કરવામાં આવી હતી. રમઝાન ઈદની અરસપરસ મુબારકબાદી પાઠવી હતી. ખુદાની નેક બંદગી સાથે સમગ્ર વિશ્વમાં અમન-ચૈન કાયમ રહે આપસી ભાઈચારો વધે એ માટે દુવાઓ કરવામાં આવી હતી. શહેર-જિલ્લાના રાજકીય અગ્રણીઓ અલગ-અલગ રાજકીય પક્ષોના હોદ્દેદારોએ પણ મુસ્લિમ સમુદાયને ઈદની મુબારકબાદી પાઠવી હતી. જિલ્લા જેલ ખાતે ઈદની ઉજવણી કરાઈ સુન્ની દાવતે ઇસ્લામી સંસ્થા ભાવનગરના સહયોગથી ભાવનગર જિલ્લા જેલના મુસ્લીમ બંદીવાનોને રમઝાન ઇદની ઉજવણી માટે નમાઝ પઢાવી અને જેલના તમામ બંદીવાનોને ખીર-પુરીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. તેમજ ઇ.ચા.જેલ અધિક્ષક આર.ટી.સોલંકીનાઓ દ્વારા તમામ બંદીવાનોને રમઝાન ઇદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જેલમાંથી વહેલા મુકત થઇ પોતાના પરિવાર સાથે શાંતી પૂર્ણ જીવન વિતાવે તેવી શુભેચ્છા પણ પાઠવવામાં આવી. જેલના બંદીવાનો દ્વારા એકબીજાને ગળે મળી રમજાન ઇદની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    બે દિવસીય મિલેટ મહોત્સવનો પ્રારંભ:યુવા પેઢીને જંક ફૂડ છોડીને પોષક મિલેટ આહાર અપનાવવા પૂર્વ મેયરનો અનુરોધ
    Next Article
    સુરત એરપોર્ટ પર 7 દિવસમાં બીજીવાર કરોડોનો ગાંજો ઝડપાયો:સીટની પાછળ વેક્યૂમ પેક 1.97 કિલો હાઈડ્રોપોનિક ગાંજો છુપાવ્યો હતો, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક અંગે તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment