Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં મિલેટ મહોત્સવનું લોકાર્પણ:નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યું, મિલેટ્સ હવે ગ્લોબલ ફૂડ બન્યું

    1 week ago

    વાપી ઔદ્યોગિક નગરીમાં આરોગ્યપ્રદ ખાનપાન અને મિલેટ્સ (જાડા ધાન્ય) પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી ‘મિલેટ મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ મહોત્સવનું રિબન કાપી વિધિવત લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે મિલેટ્સના મહત્વ અને તેનાથી થતા સ્વાસ્થ્ય લાભો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. લોકાર્પણ બાદ મીડિયા સાથે વાતચીત કરતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને આહારમાં મિલેટ્સના સમાવેશ માટે સમગ્ર વિશ્વને સૂચન કર્યું હતું. તેમના પ્રભાવશાળી નેતૃત્વને કારણે આજે આખું વિશ્વ મિલેટ્સને શ્રેષ્ઠ ધાન્ય તરીકે સ્વીકારી રહ્યું છે. તેમણે મિલેટ્સને સુપાચ્ય અને આડઅસર રહિત ગણાવ્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે, અગાઉ મિલેટ્સનો ઉપયોગ માત્ર ગ્રામીણ અને આદિવાસી વિસ્તારો પૂરતો સીમિત હતો, પરંતુ હવે વડાપ્રધાનના પ્રચાર-પ્રસારને કારણે શહેરી વિસ્તારોમાં પણ મિલેટ્સ પ્રત્યેની રુચિ વધી છે. લોકો હવે બાજરી, જુવાર અને રાગી જેવા ધાન્યોને પોતાના દૈનિક આહારમાં પ્રાધાન્ય આપી રહ્યા છે. મિલેટ્સની ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારના સંકલ્પ અંગે વાત કરતા નાણામંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર મિલેટ્સ પકવતા ખેડૂતોની પડખે છે. ખેડૂતો વધુમાં વધુ મિલેટ્સનું વાવેતર કરે તે માટે ટેકાના ભાવમાં પણ ₹200 થી ₹300નો વધારો કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ મહોત્સવમાં વિવિધ પ્રકારના મિલેટ્સમાંથી બનેલી વાનગીઓના સ્ટોલ, મિલેટ્સના પોષણ મૂલ્ય વિશે જાણકારી આપતું પ્રદર્શન અને સ્થાનિક નાગરિકો તથા ખેડૂતોની બહોળી હાજરી જોવા મળી હતી. વાપીમાં આ મહોત્સવ આગામી દિવસોમાં મિલેટ્સના પ્રચાર-પ્રસાર માટે મહત્વનું પ્લેટફોર્મ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચથી પાટણ નવી ST બસ સેવા શરૂ:ધારાસભ્યના હસ્તે લોકાર્પણ, મુસાફરોને મળશે સીધી સુવિધા
    Next Article
    વાપીમાં બે નવા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ:મંત્રી કનુ દેસાઈએ ટ્રાફિક, સરીગામ સ્ટેશન ખુલ્લા મૂક્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment