Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં બે નવા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ:મંત્રી કનુ દેસાઈએ ટ્રાફિક, સરીગામ સ્ટેશન ખુલ્લા મૂક્યા

    1 week ago

    વલસાડ જિલ્લાના વાપીમાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા માટે બે નવા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપી ટ્રાફિક પોલીસ સ્ટેશન અને સરીગામ પોલીસ સ્ટેશનની નવી ઇમારતો જનતા માટે ખુલ્લી મુકાઈ હતી. વાપીના વધતા જતા શહેરીકરણ અને ઔદ્યોગિક વિકાસને કારણે ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની હતી. આ અંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વાપી એક ઔદ્યોગિક નગરી છે જ્યાં દોઢથી બે લાખ જેટલું ફ્લોટિંગ પોપ્યુલેશન રહે છે. ટ્રાફિકને સુવ્યવસ્થિત કરવા માટે અલાયદા ટ્રાફિક પોલીસ સ્ટેશનની જરૂરિયાત હતી, જે હવે પૂર્ણ થઈ છે. આનાથી સવાર-સાંજ થતી ટ્રાફિક જામની સમસ્યા હળવી થશે. ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી વિસ્તારમાં પણ લાંબા સમયથી નવા પોલીસ સ્ટેશનની માંગ હતી. સરીગામ એક મોટું ઔદ્યોગિક હબ હોવાથી, આ નવું પોલીસ સ્ટેશન ગુનાખોરી પર નિયંત્રણ અને સુરક્ષા વધારવામાં મદદરૂપ થશે. લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત આઈજી પ્રેમવીર સિંહે જણાવ્યું હતું કે, વાપીમાં ટ્રાફિક મેનેજમેન્ટ વધુ વ્યવસાયિક બનશે. નેશનલ હાઈવે અને આગામી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને આ આયોજન મહત્વનું છે. સરીગામ પોલીસ સ્ટેશનથી સ્થાનિક ઉદ્યોગકારો અને શ્રમિકોની સુરક્ષામાં પણ વધારો થશે. આ કાર્યક્રમમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વાપીમાં મિલેટ મહોત્સવનું લોકાર્પણ:નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યું, મિલેટ્સ હવે ગ્લોબલ ફૂડ બન્યું
    Next Article
    Case of attack on police at Jilia Farm | કુખ્યાત ભાવેશ રબારીના ફાર્મ પર બુલડોઝર એક્શન યથાવત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment