Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં 'રાજગૃહ' ખાતે બુદ્ધ વંદના કાર્યક્રમ યોજાયો:સુરેન્દ્રનગરથી પૂજ્ય ભંતે મંગલબોધિ ઉપસ્થિત રહ્યા

    1 week ago

    બોટાદના કૈલાસનગર સ્થિત 'રાજગૃહ' ખાતે 20 માર્ચ, 2026ના રોજ રાત્રે 9 વાગ્યે પરિત્રાણ પાઠ અને બુદ્ધ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને સમતા બુદ્ધ વિહાર, બોટાદના પ્રમુખ બોધિરાજ બૌદ્ધ અને પ્રતિભા બૌદ્ધના નિવાસસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. સુરેન્દ્રનગરથી પૂજ્ય ભંતે મંગલબોધિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં અમરાભાઈ બથવાર, ડાયાભાઈ ચાવડા, જીતુભાઈ કારેલીયા, રાહુલભાઈ ચાવડા, વિનોદભાઈ ભાદરકા અને હરેશભાઈ પરમાર દ્વારા ભગવાન તથાગત બુદ્ધ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરને પુષ્પહાર અર્પણ કરીને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પૂજ્ય ભંતે મંગલબોધિએ ત્રિશરણ અને પંચશીલ આપ્યા હતા. તેમણે બુદ્ધ વંદના, ધમ્મ વંદના અને સંઘ વંદના કરાવી હતી. આ ઉપરાંત, મહામંગલ ગાથા, કરણીમેય ગાથા અને અષ્ટમંગલ ગાથાનું પઠન કરવામાં આવ્યું હતું. મૈત્રીભાવ સબ્બ સુખગાથાના પઠન સાથે પરિત્રાણ પાઠનું સમાપન થયું હતું. આ કાર્યક્રમમાં પ્રતિભા બૌદ્ધ, મીનાક્ષી બૌદ્ધ, દિક્ષા બૌદ્ધ, વિનોદભાઈ ભાદરકા, હરેશભાઈ પરમાર, રાહુલભાઈ ચાવડા, પ્રવીણભાઈ વાઘેલા, ધર્મેશભાઈ વાઘેલા, સુરેશભાઈ ધાધલ, આરતીબેન ભાદરકા, નિર્માબેન પરમાર, લક્ષ્મીબેન બથવાર, કમળાબેન ચાવડા અને જાગુબેન સોલંકી સહિત અનેક બૌદ્ધ ઉપાસક-ઉપાસિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ભગવાન બુદ્ધની વાણી ધ્યાનપૂર્વક સાંભળી હતી.
    Click here to Read More
    Previous Article
    UCC મુદ્દે ઈદના દિવસે ઓવૈસીની પાર્ટીનું પ્રદર્શન:અમદાવાદની જુમ્મા મસ્જિદ બહાર બેનરો દર્શાવીને વિરોધ; કહ્યું- લિવ-ઇનને પ્રોત્સાહન આપે છે
    Next Article
    યુદ્ધની અસરે 400થી વધુ મિલમાં વિકમાં બે દિવસ ‘સ્વૈચ્છિક લોકડાઉન’:10-20 દિવસ ચાલે તેટલો જ કોલસો, ભોજનાલયો શરૂ; સુરતમાં સિલિન્ડરની અછતથી શ્રમિકોએ વતનની વાટ પકડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment