Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુદ્ધની અસરે 400થી વધુ મિલમાં વિકમાં બે દિવસ ‘સ્વૈચ્છિક લોકડાઉન’:10-20 દિવસ ચાલે તેટલો જ કોલસો, ભોજનાલયો શરૂ; સુરતમાં સિલિન્ડરની અછતથી શ્રમિકોએ વતનની વાટ પકડી

    1 week ago

    વિશ્વભરમાં યુદ્ધની અસરો હવે સુરતના ધમધમતા કાપડ ઉદ્યોગ પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે ટેક્સટાઇલ સેક્ટરમાં વપરાતી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિયેશનના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય અસ્થિરતાને કારણે કાચા માલની સપ્લાય ચેઈન ખોરવાઈ છે. જેને પગલે સ્થાનિક ઉત્પાદન ખર્ચમાં અસહ્ય વધારો થતા મિલ માલિકો હવે મિલોના પૈડાં થંભાવી દેવા મજબૂર બન્યા છે અને ઉદ્યોગ જગતમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. કોલસા અને યાર્નના ભાવ વધતા મિલ માલિકો મુકાયા મુશ્કેલીમાં છેલ્લા ઘણા દિવસોથી યાર્નના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેની સાથે પ્રોસેસિંગમાં મહત્વના એવા કોલસાના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. મિલ સંચાલકો પાસે અત્યારે માત્ર 10થી 20 દિવસ ચાલે તેટલો જ કોલસાનો સ્ટોક ઉપલબ્ધ છે. જો આ રીતે જ વપરાશ ચાલુ રહેશે તો આગામી સમયમાં ઉર્જાનું મોટું સંકટ ઊભું થઈ શકે તેમ છે. આ કપરી પરિસ્થિતિમાં ખર્ચને પહોંચી વળવા અને સંસાધનો બચાવવા માટે એસોસિયેશને અઠવાડિયામાં બે દિવસ મિલો બંધ રાખવાનો મહત્વનો અને કડક નિર્ણય લેવાની ફરજ પડી છે. સુરતની 400થી વધુ મિલોમાં બે દિવસીય સ્વૈચ્છિક લોકડાઉન સુરતમાં અંદાજે 400થી વધુ કાપડની મિલો આવેલી છે, જે હજારો પરિવારોનું ગુજરાન ચલાવે છે. એસોસિયેશનના પ્રમુખ જીતુ વખારીયાના જણાવ્યા અનુસાર, ગ્રે કાપડના ભાવ વધવાને કારણે માર્કેટની પાર્ટીઓ અત્યારે મિલોમાં પ્રોસેસિંગ માટે માલ આપી રહી નથી. આ સંજોગોમાં મિલો ચાલુ રાખવી આર્થિક રીતે નુકસાનકારક સાબિત થઈ રહી છે. પરિણામે, આગામી સપ્તાહથી અઠવાડિયામાં બે દિવસ મિલો બંધ રાખવામાં આવશે. આ બે દિવસ કયા હશે તે અંગે સોમવારે સાંજે 4 વાગ્યે મળનારી મહત્વની બેઠકમાં આખરી નિર્ણય લેવામાં આવશે અને તમામ સભ્યોને જાણ કરવામાં આવશે. અઢી લાખ શ્રમિકોના જીવનનિર્વાહ અને પલાયનનો મોટો પ્રશ્ન સુરતની આ ટેક્સટાઇલ મિલો સાથે સીધી રીતે અઢી લાખ જેટલા શ્રમિકો જોડાયેલા છે. મિલો બંધ રહેવાના નિર્ણયથી આ શ્રમિકોના વેતન અને આજીવિકા પર સીધી અસર પડશે. એક તરફ કામ ઓછું થઈ રહ્યું છે અને બીજી તરફ શ્રમિકોનું પલાયન પણ અટકી રહ્યું નથી. દરરોજ હજારોની સંખ્યામાં કામદારો સુરત છોડીને વતન ભણી રવાના થઈ રહ્યા છે. જો આ પરિસ્થિતિ લાંબો સમય ચાલશે તો આગામી સિઝનમાં ઉદ્યોગને લેબરની ભારે અછતનો સામનો કરવો પડી શકે છે, જે સુરતના અર્થતંત્ર માટે નુકસાનકારક રહેશે. મોંઘવારી અને સિલિન્ડરની અછતથી શ્રમિકો વતન ઉપડ્યા શ્રમિકો માત્ર રોજગાર જ નહીં, પરંતુ પાયાની જરૂરિયાતો માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે. હાલમાં શ્રમિકોને ઘરેલુ ગેસ સિલિન્ડર મેળવવામાં ભારે હાલાકી પડી રહી છે. જે શ્રમિકો ભાડાના રૂમમાં રહે છે, ત્યાં મકાન માલિકો સુરક્ષાના કારણોસર રૂમની અંદર ગેસ ઇન્ડક્શન વાપરવાની મનાઈ કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં શ્રમિકો માટે જમવાનું બનાવવું પણ મુશ્કેલ બન્યું છે. જીવનજરૂરી ચીજોના વધતા ભાવ અને સુવિધાઓના અભાવે સામાન્ય મજૂર વર્ગ અત્યારે બેવડી મુશ્કેલીમાં ફસાયો છે, જેના કારણે તેઓ શહેરમાં રહેવાને બદલે વતનમાં જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. મિલોમાં ભોજનાલયો શરૂ કરાયા શ્રમિકોનું પલાયન અટકાવવા માટે સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિયેશન દ્વારા સરાહનીય પગલાં લેવામાં આવ્યા છે. જીતુ વખારીયાએ જણાવ્યું કે, શ્રમિકોને સુરતમાં જ રોકી રાખવા માટે વિવિધ મિલોમાં ભોજનાલયો શરૂ કરવામાં આવ્યા છે. જ્યાં શ્રમિકોને રહેવા અને જમવાની પૂરતી વ્યવસ્થા કરી આપવામાં આવી રહી છે. આપત્તિકાળના આ સમયમાં કામદારોને કોઈ તકલીફ ન પડે તે માટે ઇન્ડસ્ટ્રીના માલિકો પૂરતો સહયોગ આપી રહ્યા છે. ઉદ્યોગપતિઓનો ઉદ્દેશ્ય કામદારોનો વિશ્વાસ જીતી રાખવાનો છે જેથી ભવિષ્યમાં જ્યારે કામ વધે ત્યારે માનવબળની અછત ન સર્જાય. ગ્રે પર્ચેસ અને માર્કેટમાં પ્રવર્તતી અનિશ્ચિતતાની સ્થિતિ મિલ માલિકોના જણાવ્યા મુજબ, જ્યાં સુધી કાચા માલના ભાવ સ્થિર નહીં થાય ત્યાં સુધી બજારમાં તેજી આવવાની શક્યતા ઓછી છે. આ અનિશ્ચિતતાને કારણે જ મોટાભાગના એકમોએ કામકાજના કલાકો ઘટાડવા અથવા અઠવાડિયામાં રજાઓ વધારવાનો નિર્ણય લેવો પડ્યો છે. આગામી સમયમાં વધુ કપરી પરિસ્થિતિની આશંકા અને આયોજન ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણીઓ માની રહ્યા છે કે આવનારો સમય હજુ પણ વધુ પડકારજનક હોઈ શકે છે. ઉર્જાના દરોમાં વધારો અને વૈશ્વિક અસ્થિરતા લાંબી ખેંચાય તો ઉદ્યોગને મોટું નુકસાન થઈ શકે છે. અત્યારે લેવાયેલું બે દિવસ મિલ બંધ રાખવાનું પગલું એ ખૂબ જ વિચારપૂર્વકનું અને ભવિષ્યના મોટા સંકટને ટાળવા માટેનું આયોજન છે. માલિકો, કામદારો અને સપ્લાયર્સ વચ્ચેનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે એસોસિયેશન સતત કાર્યરત છે. આગામી સોમવારની મીટિંગ બાદ નવી રણનીતિ સ્પષ્ટ થશે જે સુરતના આ આર્થિક કરોડરજ્જુ સમાન ઉદ્યોગને ટકાવી રાખવા માટે નિર્ણાયક સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં 'રાજગૃહ' ખાતે બુદ્ધ વંદના કાર્યક્રમ યોજાયો:સુરેન્દ્રનગરથી પૂજ્ય ભંતે મંગલબોધિ ઉપસ્થિત રહ્યા
    Next Article
    What Else Is Iran Hiding? Questions After 4,000-Km Strike Bid On Island

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment