Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ઈદ-ઉલ-ફિત્રની હર્ષોલ્લાસ સાથે ઉજવણી:ઐતિહાસિક ઈદગાહ મેદાન ખાતે હજારો મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી

    1 week ago

    ગોધરા શહેરમાં પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ બાદ ઈદ-ઉલ-ફિત્રની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ગોધરાના ઐતિહાસિક ઈદગાહ મેદાન ખાતે હજારો મુસ્લિમ બિરાદરોએ પવિત્ર ઈદની નમાજ અદા કરી હતી. વહેલી સવારે, વર્ષ 1964 થી કાર્યરત આ ઈદગાહ મેદાનમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈને, તેમણે શિસ્તબદ્ધ રીતે ઈદની નમાજ પઢી. નમાજ બાદ, સમગ્ર દેશ અને દુનિયામાં અમન, શાંતિ, કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે વિશેષ દુવાઓ માંગવામાં આવી હતી. નમાજ સંપન્ન થયા પછી, ઈદગાહ મેદાનમાં ઉપસ્થિત સૌએ એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી પાઠવી. નાના બાળકોથી લઈને વડીલો સુધી, દરેકના ચહેરા પર ઈદનો અનેરો ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    છોટાઉદેપુરમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી:સાંસદ જશુભાઈ રાઠવાએ શુભેચ્છા પાઠવી
    Next Article
    ચેટીચંડની રેલી બાદ સિંધી યુવકો પર પાઇપ-છરીથી હુમલો:યુવકને માથામાં 20થી વધુ ટાંકા આવ્યા, 15 દિવસમાં મારામારીની બીજી ઘટનાથી પોલીસની કામગીરી પર સવાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment