Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટાઉદેપુરમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી:સાંસદ જશુભાઈ રાઠવાએ શુભેચ્છા પાઠવી

    1 week ago

    છોટાઉદેપુરમાં મુસ્લિમ સમાજે ઈદ-ઉલ-ફિત્રની ઉત્સાહભેર ઉજવણી કરી. આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવાએ ઉપસ્થિત રહી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. વહેલી સવારથી છોટાઉદેપુર નગરમાં ઈદનો માહોલ જોવા મળ્યો હતો. મુસ્લિમ બિરાદરો ઈદની ખાસ નમાઝ અદા કરવા માટે ઈદગાહ તેમજ વિવિધ મહોલ્લાની મસ્જિદોમાં ઉમટી પડ્યા હતા. ઈદગાહ ખાતે જામા મસ્જિદના પેશ ઈમામ સાહેબે ઈદની વિશેષ નમાઝ અદા કરાવી હતી. નમાઝ બાદ ઈમામ સાહેબે દેશમાં શાંતિ, ભાઈચારો જળવાઈ રહે અને દેશ પ્રગતિ કરે તેવી ખાસ દુઆ ગુજારી હતી. ઈદની શુભેચ્છાઓ પાઠવવા માટે સાંસદ જશુભાઈ રાઠવા સહિત હિન્દુ સમાજના અગ્રણીઓ ઈદગાહ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને મુસ્લિમ બિરાદરોને પવિત્ર રમઝાન ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. ઈદ-ઉલ-ફિત્ર એ રમઝાન મહિનાના રોઝાની સમાપ્તિ અને શવ્વાલ મહિનાની શરૂઆત તરીકે ઉજવાતો મુસ્લિમોનો પવિત્ર તહેવાર છે. હિજરી કેલેન્ડર મુજબ, શવ્વાલના પહેલા દિવસે આ તહેવાર વિશ્વભરના મુસ્લિમ બિરાદરો દ્વારા મનાવવામાં આવે છે. આ દિવસે આખા મહિનાની આરાધના અને રોઝા બાદ વિશેષ નમાઝ અદા કરીને અલ્લાહનો આભાર માનવામાં આવે છે. નવા કપડાં પહેરી, નમાઝ અદા કરી, એકબીજાને મળી ભાઈચારા અને ખુશીના સંદેશ સાથે ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ‘નીકળ લુખ્ખા, મારું પો.સ્ટેશન છે, અહીં મારું ચાલશે’:હોશિયારી નીકળી જશે હમણાં; અમદાવાદમાં ફરિયાદ લખાવવા આવેલા કંપનીના માલિક સાથે PSIનું અસભ્ય વર્તન
    Next Article
    ગોધરામાં ઈદ-ઉલ-ફિત્રની હર્ષોલ્લાસ સાથે ઉજવણી:ઐતિહાસિક ઈદગાહ મેદાન ખાતે હજારો મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment