Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચેટીચંડની રેલી બાદ સિંધી યુવકો પર પાઇપ-છરીથી હુમલો:યુવકને માથામાં 20થી વધુ ટાંકા આવ્યા, 15 દિવસમાં મારામારીની બીજી ઘટનાથી પોલીસની કામગીરી પર સવાલ

    1 week ago

    અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી હોય તેમ 15 દિવસમાં બીજી હિંસક મારામારીની ઘટના સામે આવી છે. સિંધી સમાજના પવિત્ર તહેવાર ચેટીચંડની રેલી બાદ ઘરે પરત ફરી રહેલા યુવકો પર કોતરપુર વોટર વર્ક્સ પાસે 5થી 6 અજાણ્યા શખ્સોએ પાઇપ, લાકડી અને છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં એક યુવકને માથાના ભાગે ૨૦થી વધુ ટાંકા આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, બે દિવસ પહેલા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ફૂટ પેટ્રોલિંગ કરીને શાંતિની ખાતરી આપી હતી, તેમ છતાં પોલીસના નાક નીચે ધોળા દિવસે અને જાહેર રોડ પર સર્જાયેલા આ લોહિયાળ ખેલ અને ભારે ટ્રાફિક જામની અવ્યવસ્થાએ એરપોર્ટ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. અજાણ્યા શખસે આવીને કોઈપણ વાત વગર યુવકને લાફો મારી દીધો ગઈકાલે 20 માર્ચના રોજ સિંધી સમાજનો ચેટીચંડનો તહેવાર હતો. બપોરના સમયે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નરોડા પાટિયાથી સિંધી સમાજની ચેટીચંડની રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રેલીમાં સમાજના અનેક લોકો જોડાયેલા હતા, જેમાં કુબેરનગર વિસ્તારમાં રહેતા અને દલાલીનો વ્યવસાય કરતાં પ્રદીપભાઈ વાધવાણી પણ તેમના મિત્રો સાથે જોડાયા હતા અને આંબાવાડી સર્કલ ખાતે પહોંચ્યા હતા. પ્રદીપભાઈ તેમના મિત્ર ઈશ્વરભાઈ અને અન્ય મિત્રો સાથે સિંધી નૃત્ય કરતા હતા ત્યારે રાત્રે 9 વાગ્યાની આસપાસ તેમના મિત્ર કૃણાલને કોઈ અજાણ્યા વ્યક્તિએ કારણ વગર લાફો મારી દીધો હતો. જેથી કૃણાલે આશિષને પૂછ્યું હતું તો આશિષ એ જણાવ્યું હતું કે, અજાણ્યો શખસ ઘણા બધા માણસો સાથે આવ્યો હતો અને લાફો મારીને જતો રહ્યો હતો. અજાણ્યો શખસ બોલાચાલી કરવા લાગ્યો ત્યારબાદ ત્યાંથી જતો રહ્યો કૃણાલ અજાણ્યા વ્યક્તિ પાસે ગયો અને કહ્યું હતું કે કેમ મને લાફો માર્યો હતો. ત્યારે અજાણ્યો શખસ કૃણાલ સાથે બોલાચાલી કરવા લાગ્યો ત્યારબાદ ત્યાંથી જતો રહ્યો હતો. તમામ લોકો રેલી સાથે આગળ ગયા હતા ત્યારે અજાણ્યો વ્યક્તિ આવ્યો હતો અને ફરીથી કૃણાલ સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. ત્યારબાદ ભગવાન ઝુલેલાલની જ્યોત નદીમાં પધરાવવાની હોવાથી પ્રદીપભાઈ તેમના મિત્રો અને અન્ય લોકો સાથે ઇન્દિરા બ્રિજ ખાતે ગયા હતા. ત્યારબાદ તેમના મિત્ર ઈશ્વરભાઈ, પ્રદીપભાઈ અને તેમનો દીકરો સાથે તેની બહેન મોપેડ લઈને આંબાવાડી સર્કલથી ઘર તરફ જવા નીકળ્યા હતા. ત્રણ અજાણ્યા શખસોમાંથી એકે લાકડાના ડંડા વડે માથામાં માર માર્યો કોતરપુરના ભદ્રેશ્વર નજીક પહોંચ્યા ત્યારે ખોડીયાર માતાના મંદિર આગળ એક ટુ-વ્હીલર પર 3 શખસ આવ્યા હતા અને પ્રદીપભાઈના ટુ-વ્હીલરની ગાડીને લાત મારી ઉભી રખાવી દીધી હતી. ત્રણેય શખ્સ બોલાચાલી કરવા લાગ્યા હતાં. જેથી પ્રદીપભાઈએ કહ્યું હતું કે, અમને જવા દો અમારી કંઈ ભૂલ નથી આટલું કહેતાની સાથે જ ત્રણ અજાણ્યા શખસોમાંથી એકે લાકડાના ડંડા વડે માથામાં માર માર્યો હતો અને બીજા બે શખસ મારામારી કરવા લાગ્યા હતા. પાછળથી બીજા બે અજાણ્યા શખસ આવ્યા હતા ને તેમના પાસે રહેલી લોખંડની પાઇપ અને છરી વડે ઈશ્વરભાઈને મારવા લાગ્યા હતા. માથાના ભાગે ગંભીર ઈજા થતાં 20થી વધારે ટાંકા આવ્યા બીજો એક શખ્સ પણ પાછળથી આવ્યો હતો અને તેની પાસે રહેલી છરી વડે ઈશ્વરભાઈ ઉપર હુમલો કરી દીધો હતો. ઈશ્વરભાઈને છોડાવવા પ્રદીપભાઈ નોતાણી વચ્ચે પડતા તેમને પણ માર મારવા લાગ્યા હતા. જેથી પ્રદીપભાઈ ઇશ્વરભાઇના દીકરાને લઈને ત્યાંથી જતા રહ્યા હતા. જે બાદ લોકોના ટોળા ભેગા થઈ જતા હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઇશ્વરભાઇ, પ્રદીપભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર માટે નરોડા ખાતેની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. બંનેને માથાના ભાગે ખૂબ જ ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી તેમને 20થી વધારે ટાંકા માથામાં આવ્યા હતા. પ્રદીપભાઈ નોતાણીને પણ શરીરના ભાગે વાગ્યું હતું. સમગ્ર મામલે એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવતા એરપોર્ટ પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. નોબલ નગર અને સરદાર નગર વિસ્તારમાં મારામારીની ઘટનામાં વધારો પૂર્વ વિસ્તારમાં સરદારનગર અને એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સરદારનગર, કુબેરનગર અને નોબલનગર વિસ્તાર જ્યાં સૌથી વધારે સિંધી સમાજના લોકો રહે છે. ત્યાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ જ કથળી છે. છેલ્લા 20 દિવસમાં નોબલ નગર અને સરદાર નગર વિસ્તારમાં જાહેરમાં મારામારી અને હથિયાર વડે હુમલાના બનાવો વધ્યા છે. ચેટીચંડનો તહેવાર હોવાના પગલે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તેને ધ્યાનમાં રાખીને સરદારનગર અને એરપોર્ટ પોલીસ સાથે રાખીને ભાજપના સિંધી સમાજના ધારાસભ્ય ડો. પાયલ કુકરાણી અને સ્થાનિક પૂર્વ કોર્પોરેટરો સહિતના આગેવાનો દ્વારા તમામ વ્યવસ્થા જોવામાં આવી હતી. તેમ છતાં પણ તહેવાર દરમિયાન આ ઘટના બનતા એરપોર્ટ અને સરદારનગર પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. એરપોર્ટ પોલીસની હદમાં જ ગંભીર મારામારીનો બનાવ બન્યો બે દિવસ પહેલા ઝોન 4 ડીસીપી અતુલ બંસલે ચેટીચાંદ, રમજાન ઈદ અને રામનવમીના તહેવારને લઈને એરપોર્ટ તેમજ સરદાર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. ધાર્મિક તહેવારો દરમિયાન કોઈપણ પ્રકારની ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પોલીસ ઇન્સ્પેક્ટરો અને કર્મચારીઓ સાથે ધાર્મિક તહેવારના અનુસંધાને ફૂટ પેટ્રોલિંગ કર્યા હોવાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર મૂક્યા હતા, પરંતુ ચેટીચંડના તહેવારના દિવસે રાત્રે જ એરપોર્ટ પોલીસની હદમાં જ ગંભીર મારામારીનો બનાવ બન્યો હતો. નોબલ નગર વિસ્તારમાં થયેલી મારામારીની ઘટનામાં પણ 12 દિવસ બાદ બે આરોપીને એરપોર્ટ પોલીસ પકડી શકી હતી. ત્યારે પૂર્વમાં પોલીસની આ સમગ્ર નિષ્ફળતા જોવા મળી છે. પોલીસ ચેડીચંડના તહેવાર દરમિયાન ટ્રાફિક પણ ન સંભાળી શકી નોબલ નગર અને કોતરપુર વિસ્તારમાંથી ચેટીચંડની રેલી યોજાઇ હતી તે દરમિયાનમાં ટ્રાફિકની પણ ખૂબ મોટી સમસ્યા સર્જાઈ હતી. નોબલનગરથી ભદ્રેશ્વર થઈને ઇન્દિરા બ્રિજ તરફ જવાના રોડ ઉપર ખૂબ મોટી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. જેના કારણે થઈને હજારો વાહન ચાલકો, એમ્બ્યુલન્સ અને એરપોર્ટ તરફ જનારા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. ટ્રાફિક પોલીસનું કોઈ આયોજન ન હોવાના કારણે હજારો વાહનચાલકો નોબલ નગર વિસ્તારમાં ટ્રાફિકમાં ફસાયા હતા, ત્યારે પોલીસની આ વિસ્તારમાં સદંતર નિષ્ફળતા જોવા મળી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં ઈદ-ઉલ-ફિત્રની હર્ષોલ્લાસ સાથે ઉજવણી:ઐતિહાસિક ઈદગાહ મેદાન ખાતે હજારો મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી
    Next Article
    Israel-Iran War LIVE: Iran Warns UAE Over Attacks On Disputed Islands Near Hormuz

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment