Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છાત્રોને સાયબર સુરક્ષા અંગે માહિતી આપવામાં આવી:ગાંધી મહિલા કોલેજ ખાતે યુવા સાયબર જાગૃતિ વર્કશોપ યોજાયો

    1 week ago

    ગાંધી મહિલા આર્ટ્સ અને કોમર્સ કૉલેજ ખાતે “યુવા સાયબર જાગૃતિ વર્કશોપ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનું આયોજન કૉલેજના સાયબર કવચ કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થિનીઓને સાયબર સુરક્ષા અંગે માહિતગાર કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના એએસઆઈ હિરલબેન રાઠોડ તથા ભાવનગર સાયબર સેલના તુલસીભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થિનીઓને સાયબર અપરાધોથી સાવચેત રહેવા, પોતાની વ્યક્તિગત માહિતીનું સંરક્ષણ કરવા તથા ઓનલાઈન ફ્રોડથી બચવાના ઉપાયો અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. આજના સમયમાં વધતા જતા સાયબર ગુનાઓ સામે જાગૃત રહેવાની જરૂરિયાત પર પણ તેમણે વિશેષ ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના સાઇબર કવચ કેન્દ્રના અધ્યક્ષ પ્રો. રંજનબાળા ગોહિલ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં કુલ 229 વિદ્યાર્થિની બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તમામને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કૉલેજના મેનેજમેન્ટ કો-ઓર્ડિનેટર ડૉ. અશોકભાઈ પુરોહિત તેમજ પ્રો. વિજયભાઈ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપ વિદ્યાર્થિનીઓમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થયો છે.
    Click here to Read More
    Previous Article
    જયહિંદ ટ્રોફી:સુરેન્દ્રનગર ડિસ્ટ્રીક્ટ સામે ભાવનગરનો 110 રને વિજય
    Next Article
    MKB યુનિ ફરી વિવાદમાં:એમ.કે.બી. યુનિ.માં બે સેમેસ્ટર જુદા પણ અભ્યાસક્રમ એકસરખો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment