Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MKB યુનિ ફરી વિવાદમાં:એમ.કે.બી. યુનિ.માં બે સેમેસ્ટર જુદા પણ અભ્યાસક્રમ એકસરખો

    6 days ago

    ભાવનગર શહેરમાં આવેલી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી અંગે વિદ્યાર્થીઓમાં અસંતોષની લાગણી ઉદ્ભવી છે. બી.કોમ સેમેસ્ટર-4 અને સેમેસ્ટર-6માં ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ વિષય બંને સેમેસ્ટરમાં સમાન અભ્યાસક્રમ સાથે ચાલુ રાખવામાં આવ્યો હોવાના મુદ્દે વિદ્યાર્થીઓએ ગંભીર વાંધો ઉઠાવ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ બંને સેમેસ્ટરમાં એકસરખો વિષય અને એકસરખો અભ્યાસક્રમ રાખવામાં આવતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડાછેડી થતી હોવાની લાગણી વ્યક્ત થઈ રહી છે અને અભ્યાસક્રમને મજાક સમાન બનાવી દેવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. સાથે સાથે નવી શિક્ષણ નીતિ મુજબ (NEP) કેટી (KT) પરીક્ષા વર્ષમાં બે વખત લેવાય તેવી જોગવાઈ હોવા છતાં યુનિવર્સિટીમાં કેટી પરીક્ષાનું આયોજન યોગ્ય રીતે કરવામાં આવતું નથી તેવી પણ ફરિયાદ ઉઠી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે ઘણા કિસ્સાઓમાં કેટી પરીક્ષા વર્ષ દરમિયાન લેવાતી નથી અને આગામી વર્ષે નિયમિત પરીક્ષાઓ સાથે જ લેવામાં આવે છે, જે નવી શિક્ષણ નીતિના નિયમો વિરુદ્ધ હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી યુનિવર્સિટી કેમ્પસમાં અસામાજિક તત્વોનું આવાગમન વધી ગયું હોવાની પણ ફરિયાદો સામે આવી રહી છે. કેમ્પસ વિસ્તારમાં દારૂ અને ગાંજા જેવા નશીલા પદાર્થોનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેમ્પસમાં તાત્કાલિક ધોરણે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવી વધુ સિક્યુરિટી ગાર્ડોની નિમણૂક કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. આ મુદ્દાઓને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી પ્રશાસનને તાત્કાલિક નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી છે. સાથે ચેતવણી આપવામાં આવી છે કે જો બે દિવસમાં આ મુદ્દાઓ પર યોગ્ય અને સંતોષકારક નિર્ણય લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેના માટેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે. આ રીતે યુનિવર્સિટીની બેદરકારીને કારણે અભ્યાસક્રમને મજાક સમાન બની ગયો હોય તત્કાલ યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવી છે
    Click here to Read More
    Previous Article
    છાત્રોને સાયબર સુરક્ષા અંગે માહિતી આપવામાં આવી:ગાંધી મહિલા કોલેજ ખાતે યુવા સાયબર જાગૃતિ વર્કશોપ યોજાયો
    Next Article
    સૌરાષ્ટ્ર સમાચાર એક્સપોઝ:રાજ્યના 4 શહેરમાં એન્જિનિયરિંગની 850 નવી બેઠક ફાળવાશે, ભાવનગરમાં જે છે તે બેઠક પણ છીનવાશે!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment