Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર સમાચાર એક્સપોઝ:રાજ્યના 4 શહેરમાં એન્જિનિયરિંગની 850 નવી બેઠક ફાળવાશે, ભાવનગરમાં જે છે તે બેઠક પણ છીનવાશે!

    6 days ago

    ભાવનગરની સરકારી શાંતિલાલ શાહ ડિગ્રી ઈજનેરી કોલેજોમાં મિકેનિકલ, સિવિલ, ઈલેક્ટ્રીકલ બ્રાંચની બેઠકો વધારાવાને બદલે બેઠકો ફ્રીઝ કરવાની કે બ્રાંચ બંધ કરવાની ગતિવિધિ થઇ રહી છે. શાંતિલાલ શાહ ઈજનેરી કોલેજોમાં સિવિલ, મિકેનિકલ, ઈલેક્ટ્રીકલ, આઈટી, હાલ ચાર બ્રાંચ કાર્યરત છે. જ્યારે આઈસી બંધ છે. તો ઘણી સીટો ફ્રીઝ કરી અન્યત્ર શિફ્ટ કરવાની હિલચાલે જોર પકડ્યું છે જો કે સરકાર કે શિક્ષણ વિભાગ આ અંગે કોઇ સ્પષ્ટ વાત કરતું નથી પણ તાજેતરમાં રાજ્યમાં જે જે કોલેજોમાં નવી બેઠકો જાહેર થઇ તેમાં 100 ટકા બેઠકો ભરાઇ જતી હોવા છતાં ભાવનગરના નામનો કોઇ ઉલ્લેખ નથી. એક તરફ રાજકીય આગેવાનો ભાવનગરને એજ્યુકેશન હબ તરીકે વિકસાવવાની વાતો કરે છે અને બીજી તરફ ડિગ્રી ઇજનેરીની બેઠકોમાં અન્યાય અંગે ચૂપ છે. શિક્ષણમાં રાજકારણ લાવી બેઠકો માં ઘટાડો કરી અન્યને ફાયદો થાય તે ભાવનગરના વિદ્યાર્થીઓના અહિતની બાબત છે. દરમિયાનમાં ગુજરાતમાં ડિગ્રી ઇજનેરીમાં નવી 2500 સીટ છે એ રાજ્યના મુખ્ય ચાર શહેરમાં શરૂ કરવી એવું ચાલી રહ્યું છે અને તેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરાનો સમાવેશ થાય છે, ભાવનગરનું ક્યાંય નામ દેખાતું નથી. વળી સરકારની દરેક જિલ્લાના વિદ્યાર્થીઓને તેમના જિલ્લામાં ઉચ્ચ શિક્ષણ મળી રહે તેવી ભાવનાથી વિપરીત છે. ઉપરાંત સીટ ફ્રીઝીંગનાં નિર્ણયો આ બાબતની હકીકતને ચરિતાર્થ કરે છે, જે યોગ્ય નથી. ધોલેરા સરને કારણે સેમિકન્ડક્ટર , એઆઇ/રોબોટિક્સના કોર્સ શરુ થવા જોઇએ સાણંદ અને ધોલેરા અહીંથી નજીક હોવા છતાં, સેમિકન્ડક્ટર અને અન્ય એઆઇ/રોબોટિક્સ સાથે સંકળાયેલ નવા કોઈ કોર્સ અહીં શરૂ થવા જોઈએ પણ દ્રષ્ટિહીનતાનાં કારણે તે પણ શક્ય બની રહ્યું નથી તેમ જણાય છે. આ સંસ્થા ખાતે 82 એકર જમીનમાં વિશાળ કેમ્પસ છે જયારે અન્ય મોટા શહેરમાં 27 એકરમાં 20 બ્રાંચ ચાલે છે. આ વિશાળ કેમ્પસમાં ભાવિનો વિચાર કરી યોગ્ય નિર્ણય કરવો હિતાવહ છે. એક જ શહેરમાં બે સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજ હોય બન્નેમાં સમાનને બદલે નવતર કોર્સ કાર્યરત કરો ભાવનગર શહેરમાં ડિગ્રી ઇજનેરીના કોર્સ માટે એક સાથે બે સરકારી કોલેજ છે. આ બન્ને સરકારી ડિગ્રી ઇજેનરી કોલેજમાં આમ તો ભિન્ન ભિન્ન કોર્સ હોય તો વિદ્યાર્થીઓને લાભ થાય પણ આ બન્ને કોલેજમાં સમાન બ્રાંચથી વિદ્યાર્થીઓને તે સિવાયના કોર્ષ માટે બહારગામ કે ખાનગીનો આશરો લેવો પડી રહ્યો છે. જેમાં પરિવર્તનની લાંબા સમયની જરૂર છે. પરંતુ સ્થાનિક રાજકીય આગેવાનો ભલે રાજ્ય કે કેન્દ્ર સુધી પ્રતિનિધિત્વ દરાવતા હોય પરંતુ આ બાબતે કદી અવાજ ઉઠાવતા નથી. ખરેખર તો કૃત્રિમ બુદ્ધિ અને મશીન લર્નિંગ (AI ML), ડેટા સાયન્સ અને બિગ ડેટા વિશ્લેષણ, સાયબર સુરક્ષા / માહિતી સુરક્ષા, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT), રોબોટિક્સ ઇજનેરી, ક્લાઉડ કમ્પ્યુટિંગ, બ્લોકચેઇન ટેકનોલોજી, વર્ચ્યુઅલ રિયાલિટી, બાયોમેડિકલ ઇજનેરી, એરોસ્પેસ ઇજનેરી, નેનોટેકનોલોજી ઇજનેરી જેવા કોર્સ શરુ કરી શકાય. બેઠકો અને વિદ્યાશાખાઓ ઓછી કરવાનું મુલતવી રાખો શાંતિલાલ શાહ ઈજનેરી કોલેજમાં દીર્ઘ વિચારણા વગર, પ્રવેશ ક્ષમતા અને વિદ્યાશાખાઓ ઓછી કરવાનું મુલતવી રાખવા અંગે ફેર વિચારણા કરવા તેમજ નવી બેઠકોમાંથી સીટો ભાવનગર જેવા નાના કેન્દ્રોને ફાળવવામાં આવે તે જરૂરી છે. મોટા શહેરોના સરપ્લસ સ્ટાફને સાચવવા તે જ મોટા શહેરોમાં રિસર્ચ સેન્ટર ખોલવાનાના ઓઠા તળે તેમને સાચવવાનો અભિગમ છે તેમાં તથ્ય જણાતું હોય તો સઘન રજૂઆતને ધ્યાને લઇ યોગ્ય તપાસ કરવા અને નિયમાનુસાર, સત્વરે કાર્યવાહી કરવા અનુરોધ છે. - સેજલબહેન પંડયા, ધારાસભ્ય, ભાવનગર પૂર્વ વિધાનસભા હજી સુધી બેઠક રદ કરવા માટે કોઇ આદેશ મળ્યો નથી શાંતિલાલ શાહ ઇજનેરી કોલેજમાં દર વર્ષે મિકેનિકલ, સિવિલ, ઈલેક્ટ્રીકલ સહિતની શાખાઓમાં તમામ બેઠકો 100 ટકા ભરાઇ જાય છે અને બંધ કરાવાનો કોઇ પ્રશ્ન જ નથી. આમ છતાં ત્રણ બ્રાન્ચની બેઠકો ફ્રીઝ કરવાની કે અન્યત્ર ખસેડી દેવાની વાતો કે પ્રશ્નો અમારી પાસે આવે છે પણ આ અંગે હજી સુધી સરકાર કે શિક્ષણ વિભાગમાંથી કોઇ સત્તાવાર પરિપત્ર આવ્યો નથી. ખરેખર તો આ ત્રણેય વિભાગમાં અમારી કોલેજમાં બેઠકની ક્ષમતા વધારી શકાય તેવી સ્થિતિ અને સુવિધા છે.- પ્રો..જી.પી.વડોદરિયા, પ્રિન્સિપાલ, શાંતિલાલ શાહ ઇજેનરી કોલેજ
    Click here to Read More
    Previous Article
    MKB યુનિ ફરી વિવાદમાં:એમ.કે.બી. યુનિ.માં બે સેમેસ્ટર જુદા પણ અભ્યાસક્રમ એકસરખો
    Next Article
    Israel-Iran War LIVE: Saudi Intercepts 22 Drones, Israel Strikes Lebanon

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment