Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગમખ્વાર અકસ્માત:ભાવનગર જિલ્લામાં બે ગમખ્વાર અકસ્માતમાં ભિક્ષાવૃતિ કરતા વૃદ્ધા અને બાઈકચાલકનું મોત

    6 days ago

    ભાવનગર જિલ્લામાં એક જ દિવસમાં બે ગમખ્વાર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. તળાજાના ધારડી ગામે ભિક્ષાવૃતિ કરતા વૃદ્ધાને બાઇક ચાલકે ફંગોળ્યા હતા જ્યારે બીજી ઘટનામાં ગારિયાધારના રૂપાવટી રોડ ઉપર આઇશરના ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. બંન્ને ગમખ્વાર અકસ્માતની ઘટનામાં બે લોકોના કરૂણ મોત નિપજતા પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. અકસ્માત કરનાર બંન્ને ચાલકો ફરાર થઇ જતાં પોલીસે શોધખોળ શરૂ કરી છે. ભાવનગરના તળાજા તાલુકાના ધારડી ગામે રહેતા અને ભિક્ષાવૃતી કરતા વૃદ્ધા કુંદનબાબા ઘરેથી ભિક્ષાવૃતી માટે નિકળ્યા હતા. જે દરમિયાન ધારડી રૂદ્રાક્ષ હોટલ પાસે રોડ ક્રોસ કરવા જતાં બાઇક નં. GJ 04 FD 1443ના ચાલકે પુરપાટ ઝડપે બાઇક ચલાવી કુંદનબાબા સાથે ગમખ્વાર અકસ્માત કરતા વૃદ્ધા રોડ ઉપર પટકાયા હતા. જે ઘટનામાં માથામા ગંભીર ઇજા થતાં સારવારમાં ખસેડ્યા હતા. જ્યાં તેમનું સારવારમાં મોત થતાં વૃદ્ધાના પૌત્ર ઉમંગભાઇ લશ્કરીએ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે બીજી ઘટનામાં ગારિયાધારના ફુલવાડી વિસ્તારમાં રહેતા ધિરૂભાઇ ગોધાણી નામના યુવક પોતાનું મોટર સાયકલ લઇ રૂપાવટી રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા તે વેળાએ અજાણ્યા આઇશર ટ્રકના ચાલકે ધિરૂભાઇના બાઇક સાથે ગમખ્વાર અકસ્માત કર્યો હતો. આ અક્સમાતની ઘટનામાં ગંભીર ઇજા પામેલા ધિરૂભાઇને સારવાર માટે ખશેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા પરિવારમાં ભારે શોક પ્રસરી ગયો હતો. મૃતકના પુત્ર મહેશભાઇ ગોધાણીએ આઇશરના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બંન્ને ઘટનામાં અકસ્માતના ચાલકો ફરાર થઇ જતાં પોલીસે શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાજપ પ્રમુખના મોઢા પર પરસેવો બાઝી ગયો:કાર્યકરો માટે તડકે શેકાયા, ચાલુ સ્પીચમાં જ છાંયડો આવી ગયો; ટેલિફોન ઊંધો મુકતાં જ PGVCLની ઓફિસે ટોળાંએ ગરમી કરી
    Next Article
    સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ:મીની વાવાઝોડાથી કેરીના પાકમાં 40 ટકા જેટલુ નુકશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment