Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યોગ્ય નોકરી ન મળતા યુવકે કર્યો આપઘાત:યુવક બ્લિચિંગ લિક્વિડ પીને માતાના ખોળામાં સૂઈ ગયો

    5 days ago

    જીયાવમાં બેકાર યુવકે બ્લિચિંગ લિક્વિડ પી લેતા મોત નીપજ્યું હતું. વિગત મુજબ, મૂળ માંડવીના વતની દિનેશભાઈ મિસ્ત્રી હાલ જીયાવ બુડિયા રોડ પર આવેલ પ્રિયંકાસિટી ગોલ્ડ સોસાયટીમાં પરિવાર સાથે રહે છે અને મજૂરી કામ કરે છે. તેના સંતાન પૈકી 34 વર્ષીય પુત્ર લકીકુમારે ગુરૂવારે રાત્રે તેંણે ઘરમાં બ્લિચિંગ લિક્વિડ પી લીધું હતું. પરિવાર દ્વારા પોલીસને અપાયેલી પ્રાથમિક વિગત મુજબ, લકી લાંબા સમયથી યોગ્ય કામ નહીં મળવાને કારણે ટેન્શનમાં રહેતો હતો. લાંબા સમયથી તે નોકરી માટે પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ કયાંય મેળ પડતો ન હતો. જેથી તાણમાં આવીને તેણે અંતિમ પગલું ભર્યું હોવાની શકયતા છે, મૃતક યુવક અપરિણીત હતો. હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. ગરમી થવા લાગતા જાતે જ શર્ટ ફાડી નાખ્યું હતું લકીને અતિશય ગરમી થતા તેણે ટીશર્ટ પણ ફાડી નાખ્યું હતું. લકીના બદલાયેલા વ્યવહારને જોઈને પરિવારને શંકા જતાં સમગ્ર હકીકત સામે આવી હતી. જેથી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન શુક્રવારે બપોરે તેનું મોત નિપજયું હતું.
    Click here to Read More
    Previous Article
    80-100 કિમી ઝડપે ફૂંકાયેલા પવનથી ફળો ખરી પડ્યા:દક્ષિણ ગુજરાતમાં તોફાની પવનથી ખેતીને નુકસાન, કેરીનો પાક સૌથી વધુ ખરી ગયો
    Next Article
    વેપારી સાથે ઠગાઈ:ડોલર આપવાનું કહીને વરાછાના વેપારી પાસેથી 3 ગઠિયા 6.50 લાખ લઇ ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment