Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    80-100 કિમી ઝડપે ફૂંકાયેલા પવનથી ફળો ખરી પડ્યા:દક્ષિણ ગુજરાતમાં તોફાની પવનથી ખેતીને નુકસાન, કેરીનો પાક સૌથી વધુ ખરી ગયો

    5 days ago

    19મી માર્ચે સુરત શહેર, જિલ્લા તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. 80થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવન કારણે જનજીવન અસરગ્રસ્ત બન્યું હતું. ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો પડ્યા હતા અને ખેતી ક્ષેત્રે પણ મોટું નુકસાન નોંધાયું છે. દક્ષિણ ગુજરાતમાં અંદાજે 2 લાખ એકરમાં કેરીનો પાક લેવામાં આવે છે, જેમાં વલસાડી હાફૂસ, કેસર અને રાજાપુરી જાતોની કેરીનો સમાવેશ થાય છે. હાલમાં રવિ પાકની સિઝન ચાલી રહી હોવાથી આશરે 20 હજાર એકરમાં ઘઉં અને 15 હજાર એકરમાં ચણાનો પાક પણ ઉભો છે. તોફાની પવનને કારણે આ તમામ પાકને અસર પહોંચી છે, પરંતુ સૌથી વધુ નુકસાન કેરીના પાકને થયું હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને 80થી 100 કિમીની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે કેરીના ફળો મોટા પ્રમાણમાં જમીન પર પડી ગયા છે. જેના કારણે આ સિઝનમાં કેરીના ઉત્પાદન પર અસર પડશે અને બજારમાં ભાવ વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. નોંધનીય છે કે, ગયા વર્ષે પણ ઘણા માવઠા થયા હતા, જેના કારણે ખેડૂતોને તૈયાર પાકની નુકસાનીનો સામનો વેઠવો પડ્યો હતો, સરકાર દ્વારા તેમને મદદ તો કરાઈ હતી પરંતુ તેનાથી ખરેખર નુકસાની જેટલી ભરપાઈ થઈ શકી નહોતી. સહાય માટે સરકારને રજૂઆત કરવામાં આવશે ખેડૂત અગ્રણી જયેશ દેલાડે જણાવ્યું હતું કે જળવાયુ પરિવર્તનના કારણે ખેડૂતોને વારંવાર આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. વાવાઝોડા જેવી સ્થિતિમાં સૌથી વધુ કેરીના પાકને નુકસાન થયું છે. ખેડૂતોને સહાય મળે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ઇન્વેસ્ટીગેશન:લાંચ આપનાર વ્યક્તિ કોણ? ડોક્ટર અને સફીના નામનો સંવાદમાં ઉલ્લેખ
    Next Article
    યોગ્ય નોકરી ન મળતા યુવકે કર્યો આપઘાત:યુવક બ્લિચિંગ લિક્વિડ પીને માતાના ખોળામાં સૂઈ ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment