Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઇન્વેસ્ટીગેશન:લાંચ આપનાર વ્યક્તિ કોણ? ડોક્ટર અને સફીના નામનો સંવાદમાં ઉલ્લેખ

    4 days ago

    શહેરમાં અશાંત ધારાથી વચેટીયાઓ અને તંત્ર માટે જાણે ભ્રષ્ટાચારની વધુ એક દુકાન ખુલી છે. પરંતુ આ ભ્રષ્ટાચારની દુકાનનું શટર ઊંચું થયું હોય તેમ તાજેતરમાં જિલ્લા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના ડ્રાઇવરે મિલકત તબદીલીની પૂર્વ મંજૂરી માટે કરેલી 14 લાખની સોદાબાજી બહાર આવી હતી. લાંચ આપનાર કોણ છે? અને તેની પાછળ કોની માઈન્ડ ગેમ છે? તે તરફ તંત્રનું ધ્યાન જ જતું નથી. શહેરના ક્રેસન્ટ સર્કલ પાસે હિન્દુની કોમર્શિયલ મિલકત મુસ્લિમને વેચાણ આપવા માટે SDMના ડ્રાઇવર મોમીન દ્વારા 14 લાખની સોદાબાજી સીસીટીવી કેમેરા અને ઓડિયો દ્વારા બહાર આવી છે. તે બાબતે પોલીસમાં પણ અરજી આપવામાં આવી છે તેમજ એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા પણ તપાસ ચાલી રહી છે. પરંતુ લાંચ લેનાર ડ્રાઇવર મોમીનને લાખો રૂપિયા આપતા હોવાનો વિડિયો બહાર આવ્યો છે તેમાં સ્પષ્ટ રીતે ટોપી પહેરેલ એક વ્યક્તિ અને ક્લિનિક જેવું સ્થળ પણ દેખાય છે. તો લાખો રૂપિયા આપનાર આ વ્યક્તિ કોણ છે ? અને તે કયા સ્થળ પર લાખોની સોદાબાજી કરી? તે હજુ સુધી કોઈ તપાસમાં બહાર આવ્યુ નથી. અશાંત ધારા હેઠળ મંજૂરી માટેની સોદાબાજીમાં વાયરલ થયેલા વિડીયો, વોટ્સઅપ ચેટ અને ઓડિયોમાં સ્પષ્ટ રીતે ચોક્કસ નામોનો ઉલ્લેખ કરવામાં આવે છે જેમાં "ડોક્ટર, સફી તેમજ હિરેનભાઈ પ્રાંત"ના નામનો ઉલ્લેખ થઈ રહ્યો છે. જગજાહેર થયેલ ભ્રષ્ટાચારમાં પણ તંત્રને હજુ કોઈ કડી મળતી નથી. ત્યારે ગંભીરતા નહિ લેવામાં આવે તો એકલ દોકલ પર કાર્યવાહી થયા બાદ તેના મૂળમાંના આકાઓ સુધી પહોંચતા પહેલા જ પ્રકરણનું ફીન્ડલું વળી જવાની પણ શક્યતાને નકારી શકાય નહીં. અશાંત ધારા ભંગનો ગુનો નોંધી સંતોષ, મિલકત જપ્તીની કોઈ કાર્યવાહી નહીં ! શહેરના ક્રેસન્ટ વિસ્તારમાં રહેણાંકી મકાનનું અશાંત ધારા હેઠળ પૂર્વ મંજૂરી નહીં મળી હોવા છતાં 93 લાખમાં વેચાણ કર્યાની પોલીસ ફરિયાદ થઈ પરંતુ હજુ પણ તે મિલકત સામે કોઈ કાર્યવાહી થઈ નથી. સર પટ્ટણી રોડ પર રોડ ટચ બે માળના 252 ચોરસ વાર જમીનમાં 318.10 ચોરસ મીટર બિલ્ટઅપ બાંધકામનું 93 લાખમાં વેચાણ પણ ગળે ઉતરે તેવી વાત નથી. ખરેખર તેમાં પણ તપાસનો વિષય છે. અશાંત ધારામાં સમાવિષ્ટ વિસ્તારમાં જો વહીવટથી છે મિલકતની તબદીલીની પૂર્વ મંજૂરી ન મળે તો સાદી નોટરી અને સાટાખતથી મિલકતોના સોદાઓ થઈ રહ્યા છે. જે પૈકી ગઈકાલે શહેરના ક્રેસન્ટ સર્કલ પાસે સર પટ્ટણી રોડ પર આસપાસના લોકોની જાગૃતતા અને પોલીસની કાર્યવાહીથી સમગ્ર પ્રકરણ બહાર આવ્યું. અશાંત ધારા ભંગમાં ગુજરાત રાજ્યમાં બીજી પોલીસ ફરિયાદ ભાવનગરમાં થઈ. આવા તો અનેક સોદાઓ થઈ રહ્યા હોવાની છડેચોક ચર્ચા છે. શહેરના ક્રેસન્ટ સર્કલ પાસે રોડ ટચ બે માળના રહેણાકી મકાનનું વેચાણ દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ દ્વારા મિલકત તબદીલીની મંજૂરી નહીં મળી હોવા છતાં અલારખભાઈ કાદરભાઈ ગીગાણીને 93 લાખમાં વેચાણ કરી આપવાનું પોલીસ ફરિયાદમાં અને તેઓના નિવેદનોમાં છે. ગઈકાલે પોલીસ ફરિયાદ તો થઈ પરંતુ જે મિલકતના વેચાણનો વિવાદ છે, તે મિલકત હજુ પણ મુસ્લિમ પરિવારના કબજામાં જ છે. ખરેખર જે મિલકત માટે ગુનો નોંધાયેલો છે તે મિલકત સામે કાયદાની જોગવાઈ મુજબ તટસ્થ કાર્યવાહી કરવી જરૂરી છે. નહીં તો અશાંત ધારો માત્ર કાગળ પરનો કાયદો જ બની રહેશે. અશાંત ધારા ભંગ સંદર્ભે પ્રભારી મંત્રી કૌશિક વેકરીયાએ પણ ગુનાના મૂળ સુધી પહોંચી કડક કાર્યવાહી માટે પોલીસને સુચના આપી હોવાનું જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    સલમાને ઘડિયાળ ગિફ્ટ આપી, ગીત સાંભળી આમિર રડ્યો:પિતાએ કહ્યું હતું- આત્મહત્યા કરજે પણ 30 દિવસ મહાદેવને આપી જો, સિંગર જયદેવ ગોસાઇની જિંદગી આમ પલટાઇ
    Next Article
    80-100 કિમી ઝડપે ફૂંકાયેલા પવનથી ફળો ખરી પડ્યા:દક્ષિણ ગુજરાતમાં તોફાની પવનથી ખેતીને નુકસાન, કેરીનો પાક સૌથી વધુ ખરી ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment