Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેપારી સાથે ઠગાઈ:ડોલર આપવાનું કહીને વરાછાના વેપારી પાસેથી 3 ગઠિયા 6.50 લાખ લઇ ફરાર

    5 days ago

    વ્યાજબી ભાવે ડોલર લેવા જતા વરાછાના વેપારીએ રૂ .6.50 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્રણ ગઠીયાએ વેપારીને રૂપિયા લઇને લાલગેટ વિસ્તારમાં આ‌વેલા સ્નેહસાગર એપાર્ટમેન્ટ પાસે લઇ જઇ રુપિયા ભરેલી થેલી લઇને નાસી ગયાનો બનાવ બન્યો હતો. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વરાછા યોગીચોક સ્થિત તિરૂપતિ સોસાયટીમાં રહેતા કમેલેશ પ્રાગજીભાઇ જોગાણી જમીન મકાન લે-વેચના ધંધા સાથે સંકળાયેલા છે. કમલેશના મિત્ર રજનીભાઇને ડોલરની જરૂર હોવાથી કમલેશ જોગાણીએ એકાદ મહિના પહેલા પોતાના દિકરા ગર્વ થકી તેના મિત્ર દ્વારકેશને વાત કરી હતી. જ્યારે દ્વારકેશે પોતાની પાસે કોન્ટેક્ટ હોવાનું કહીને સલમાન ઉર્ફે તનિમ કાપડીયાનો ફોન પર સંપર્ક કર્યો હતો. સલમાને વ્યાજબી ભાવે ડોલર આપવાનું કહીને તેમને રૂપિયા લઇને ભવાની મંદિર પાસે આવેલી આર. કે. આંગડિયા પેઢીના ગેટ પાસે બોલાવ્યા હતા. જેથી કમલેશ જોગાણી તેના મિત્ર રજની અને ભુગેશ રૂ. 6.50 લાખ રોકડા લઇને ભવાની મંદિર પાસે ગયા હતા. જ્યાં સલમાન અને ફૈઝલ ચાંદીવાલા સાથે ઉભો હતો. ત્યાં તેમની વચ્ચે ઓળખાણ થયા બાદ સલમાન તેમને લાલગેટ રોયલ બેકરીની ગલીમાં આ‌વેલા સ્નેહસાગર એપાર્ટમેન્ટ પાસે લઇ ગયો હતો. જ્યાં સલમાને આગળ મારી ઓફિસ છે પૈસા આપો ગણીને આવુ છું એમ કહીને કમલેશ અને તેના મિત્રોને ત્યાં જ ઉભા રાખીને રૂપિયા ભરેલી થેલી લઇને ગયો હતો. વિશ્વાસ આપવા માટે ફૈઝલને તેમની સાથે ઉભો રાખ્યો હતો. 20 મિનીટ જેટલી રાહ જોઇ છતા સલમાન આવ્યો ન હતો દરમિયાનમાં ફૈઝલ પર સાથી સાથે ત્યાંથી ભાગી ગયો હતો. કમલેશ જોગાણીએ વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. ઝઘડો કરવાનું નાટક કરીને ફૈઝલ ભાગી ગયો કમલેશ અને તેના મિત્રા પાસે વિશ્વાસ માટે સલમાન ફૈઝલને મૂકીને ગયો હતો. 20 મિનીટ જેટલો સમય થયો છતા તે આવ્યો ન હતો. દરમિયાનમાં કારમાં સવાર થઇને એક વ્યકિત આવ્યો હતો અને ફૈઝલ સાથે ગાળાગાળી બાદમાં ઝપાઝપી કરીને તેને કારમાં બેસાડી નાસી ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    યોગ્ય નોકરી ન મળતા યુવકે કર્યો આપઘાત:યુવક બ્લિચિંગ લિક્વિડ પીને માતાના ખોળામાં સૂઈ ગયો
    Next Article
    ગુજરાતમાં કમોસમી વરસાદનો બીજો દિવસ:ધોધમાર વરસાદે કેસર કેરીના બગીચાઓમાં ખેડૂતોની ચિંતા વધારી, 24 કલાક બાદ તાપમાનમાં 3-4 ડિગ્રી વધશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment