Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં કમોસમી વરસાદનો બીજો દિવસ:ધોધમાર વરસાદે કેસર કેરીના બગીચાઓમાં ખેડૂતોની ચિંતા વધારી, 24 કલાક બાદ તાપમાનમાં 3-4 ડિગ્રી વધશે

    5 days ago

    ગુજરાતમાં કમોસમી વરસાદનો ક્રમ બીજા દિવસે પણ ચાલુ રહ્યો છે. ગતરોજ બપોર બાદ શરૂ થયેલા વરસાદે ઉના, ગીર-ગઢડા, તાલાલા, કોડીનાર અને ગીર-સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. આ વરસાદને કારણે ખેડૂતો ખાસ કરીને કેસર અને કેરીના બગીચાઓના માલિકો ચિંતામાં મુકાયા છે. ભારે વરસાદ અને તીવ્ર પવનને કારણે બગીચાઓમાં પાકને નુકસાન થવાની શક્યતા વધી ગઈ છે. 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં દોઢથી બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યમાં આ અચાનક વરસાદી માહોલ સર્જાયો છે. ગત 24 કલાકમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 41 મિમી સુધી વરસાદ નોંધાયો હતો, જેમાં ઉના અને ગીર-ગઢડા વિસ્તારમાં રસ્તાઓ પર નદી જેવો પાણી વહેતા જોવા મળ્યો હતા તો કેટલાક ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. આગામી 7 દિવસમાં 4થી 5 ડિગ્રી તાપમાન વધી શકે હવામાન વિભાગે આજે 21 માર્ચ માટે સૌરાષ્ટ્ર (ગીર-સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર) અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તેમજ ભારે પવન (40-50 કિ.મી./કલાક) ફૂંકાવવાની સંભાવના વ્યક્ત કરી છે. જોકે, 24 કલાક બાદ વરસાદની તીવ્રતા ઘટવાની અને તાપમાનમાં 3થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. આગામી 7 દિવસમાં દિવસનું મહત્તમ તાપમાન 4થી 5 ડિગ્રી સુધી વધી શકે છે, જેનાથી ઉનાળાની શરૂઆતનો અહેસાસ થશે. ખેડૂતોએ પાકની રક્ષા માટે વધારાના પ્રયાસો શરૂ કર્યા ખેડૂતો અને બગીચા માલિકો ચિંતામાં છે કે આ વરસાદથી કેસર કેરી અને અન્ય ફળ પાકને નુકસાન થઈ શકે છે. ગીર-ગઢડા અને ઉના વિસ્તારમાં ખેડૂતોએ પાકની રક્ષા માટે વધારાના પ્રયાસો શરૂ કર્યા છે. હવામાન વિભાગે નાગરિકોને ભારે પવન અને વરસાદ દરમિયાન સાવચેત રહેવા અને બહાર નીકળતી વખતે સાવધાની રાખવાની સલાહ આપી છે.
    Click here to Read More
    Previous Article
    વેપારી સાથે ઠગાઈ:ડોલર આપવાનું કહીને વરાછાના વેપારી પાસેથી 3 ગઠિયા 6.50 લાખ લઇ ફરાર
    Next Article
    હેર સલૂન ચલાવનાર બન્યો ફેમસ યોગ ગુરૂ:ધો. 12 પાસ પ્રદીપ કેન્સર-હાર્ટ બ્લોકેજ બીમારી દૂર કરતો, આશ્રમમાં જ ઓપરેશન થિયેટર; રજવાડી લાઈફ જીવવાનો શોખીન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment