Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટરની સંકલન બેઠક યોજાઈ:સંકલન બેઠકમાં અશાંતધારો, ટ્રાફિક-ભેળસેળના મુદ્દા ગાજ્યા

    6 days ago

    સંકલન-ફરિયાદ સમિતિની બેઠક ડીડીઓ શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીમાં મળી, જેમાં ધારાસભ્યો અરવિંદ રાણા, વિનુ મોરડિયા અને પ્રવીણ ઘોઘારીએ અશાંતધારા, ટ્રાફિક અને ખાદ્ય ભેળસેળ મુદ્દે રજૂઆતો કરી હતી. જ્યાં મેટ્રોની કામગીરી પૂર્ણ થઈ હોય તેવાં સ્થળોએ બેરિકેડ હટાવો ધારાસભ્ય વિનુ મોરડિયાએ રજૂઆત કરી હતી કે, ‘અમરોલી નજીક અંજની ઈન્ડસ્ટ્રીઝમાં કેનાલનું નાળું પહોળું કરવામાં આવે, કતારગામમાં વાહનોમાં ફ્રુટ વેચતા ફેરિયાઓથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે, જેથી દબાણો દૂર કરવા તથા ડભોલી ચાર રસ્તા નજીક રોંગ સાઈડ પર ગાડી ચલાવનારા સામે કાર્યવાહી કરવામાં આવે. ભેળસેળયુકત ખોરાક વેચનારા વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી થાય, ભજિયાં-ફરસાણ બનાવવા તેલને વારંવાર ઉકાળાતાં આરોગ્યને નુકસાન થાય છે, તેમની વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવે.’ ધારાસભ્ય અરવિંદ રાણાએ રજૂઆત કરી હતી કે, ‘અશાંતધારા હેઠળ મિલકત તબદીલ કરવા પહેલાં પાડોશીઓના અભિપ્રાય લેવામાં આવે તથા બોર્ડ કે બેનર લગાવીને મિલકતની વિગતો જાહેર કરવામાં આવે.’ ધારાસભ્ય પ્રવિણ ઘોરારીએ રજૂઆત કરી હતી કે, ‘લંબેહનુમાન રોડ પરનું ગરનાળું લાંબા સમયથી બંધ છે અને રોડ પર મેટ્રોની કામગીરીથી લોકોને મુશ્કેલી પડી રહી છે, જેથી જ્યાં કામગીરી પૂર્ણ થઈ હોય તેવાં સ્થળોએ બેરિકેડ હટાવવામાં આવે.’
    Click here to Read More
    Previous Article
    વસ્તી ગણતરીનું કાઉન્ટડાઉન શરૂ થયું:14 હજાર ગણતરીદાર-સુપરવાઈઝર 18 લાખ મિલકતનો ડિજિટલ સર્વે કરશે
    Next Article
    DGTR દ્વારા કેન્દ્રીય નાણાં મંત્રાલયને ભલામણ:‘નાયલોન યાર્ન ઉપર 24થી 80 રૂપિયા એન્ટિ ડમ્પિંગ ડ્યુટી લાદો’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment