Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરના મહેસુલી કર્મચારીઓ પડતર માંગણીઓ માટે માસ સીએલ પર:કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું, 14 મુદ્દાઓનું નિરાકરણ લાવવા માંગ

    9 hours ago

    પોરબંદર જિલ્લાના મહેસુલી કર્મચારીઓ તેમની પડતર માંગણીઓ માટે સામૂહિક રજા (માસ સીએલ) પર ઉતર્યા છે. ગુજરાત રાજ્ય મહેસુલી મહામંડળના આદેશથી નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટી કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શનમાં જોડાયા. કર્મચારી મંડળના પ્રમુખે કહ્યું કે, મહેસુલ વિભાગના પ્રશ્નો લાંબા સમયથી ઉકેલાયા નથી. અગાઉ રજૂઆતો છતાં કોઈ સારો નિર્ણય ન આવતા, તેમને નાછૂટકે માસ સીએલ પર જવું પડ્યું છે. 14 મુદ્દાઓમાં રેવન્યુ તલાટી-પંચાયત મંત્રીના જોબ ચાર્ટની મુશ્કેલી દૂર કરવી, 2012ના નાયબ મામલતદારોના પ્રમોશન-સિનિયોરિટી પ્રશ્નો ઉકેલવા, અને નાયબ મામલતદાર, ક્લાર્ક, રેવન્યુ તલાટીની એન.ઓ.સી. પ્રથા રદ કરી વતન બદલી કરવી મુખ્ય છે. મહેસુલી કર્મચારીઓએ ચેતવણી આપી કે જો સરકાર તેમની માંગણીઓનો તાત્કાલિક ઉકેલ નહીં લાવે, તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ તીવ્ર બનશે.
    Click here to Read More
    Previous Article
    ભાડા વિવાદોની સત્તા રેવન્યુ તંત્રને સોંપવા મામલે વિરોધ:પોરબંદરના વકીલો અનિશ્ચિત મુદત માટે કોર્ટની કામગીરીથી દૂર રહેશે
    Next Article
    અસારવા પાણીની ટાંકીમાંથી માનવ કંકાલ મળવા પર AMCને પત્ર:અસારવા યુથ સર્કલે લોકોના આરોગ્યના રક્ષણ માટે AMCને પંદર દિવસનું અલ્ટીમેટમ આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment