Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણ રેલવે મેદાનમાં ખજુરિવાળા મેલડી માતાજીના લાભાર્થે રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ:અમિત 11ની ટીમે 7.4 ઓવરમાં 87 રનનો ટાર્ગેટ હાંસિલ કર્યો, ધારાસભ્ય સહિત અનેક લોકો મેચ જોવા ઉમટ્યા

    10 hours ago

    વઢવાણના રેલવે મેદાનમાં ખજુરિવાળા મેલડીમાતાજીના લાભાર્થે 1988થી રાત્રી પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ સતત 38મા વર્ષે આ અનોખો સેવાયજ્ઞ યોજાઈ રહ્યો છે. બુધવાર રાત્રે 10.30 કલાકે અમિત 11 અને રાધિકા 11 વચ્ચે ફાઇનલ મેચ રમાઈ રહી છે.આ ફાઇનલ મેચ જોવા માટે 10,000 થી વધુ દર્શકો ઉમટી પડવાની શક્યતા છે. વઢવાણનાપ્રાંત અધિકારીએ ટોસ ઉછાળ્યો હતો અને રાધિકા 11એ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. ફાઈનલ મેચમાં રાધિકા 11 ટીમની શરૂઆત સારી રહી હતી. ટીમે 8 ઓવરમાં 3 વિકેટ પર 62 રન બનાવી દીધા હતા. જે બાદ રાધિકા 11 ટીમનો ધબડકો થયો હતો અને અમિત 11ના બોલર્સે વિરોધી ટીમના મિડલઓર્ડરના બેટર્સને જલદીથી પવેલિયમ મોકલી દીધા હતા. જેના લીધે રાધિકા 11ની ટીમ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ ગઈ હતી અને નિર્ધારિત 12 ઓવરમાં 9 વિકેટે 86 રન બનાવી શકી હતી. અમિત 11ની ટીમે ફક્ત 7.4 ઓવરમાં 87 રનના લક્ષ્યાંકને પાર કરીને ટુર્નામેન્ટ પોતાના નામે કરી છે. અમિત 11 ટીમના બોલર સોલંકી સુમિત, ચાવડા ચંદ્રેશએ 3 વિકેટ લીધી. જ્યારે રાધિકા 11 ટીમના કેપ્ટન રાજુ ઝાલાએ સર્વાધિક 26 રન બનાવ્યા હતા. અને ફક્ત 3 બેટ્સમેન ડબલ ડિજિટને પાર કરવામાં સફળ થયા હતા.
    Click here to Read More
    Previous Article
    Kharat used divine power claims, fear of death to sexually exploit women: SIT
    Next Article
    ઓમાનના દરિયામાં ગુજરાતનું જહાજ 'હાજી અલી' ડૂબ્યું:હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન-અમેરિકા વચ્ચેના યુદ્ધમાં ડ્રોન હુમલાની આશંકા, 14 ખલાસીઓનો ઓમાન કોસ્ટગાર્ડે બચાવ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment