Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    DGTR દ્વારા કેન્દ્રીય નાણાં મંત્રાલયને ભલામણ:‘નાયલોન યાર્ન ઉપર 24થી 80 રૂપિયા એન્ટિ ડમ્પિંગ ડ્યુટી લાદો’

    6 days ago

    નાયલોન યાર્ન પર એન્ટિ ડમ્પિંગ ડ્યુટી લાદવા ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિઝ (ડીજીટીઆર)એ નાણાં મંત્રાલયને ભલામણ કરી છે. વિવિધ કંપનીઓના નાયલોન યાર્ન પર પ્રતિ કિલો 24 રૂપિયાથી લઈને 80 રૂપિયા સુધી ડ્યુટી લગાડવાની ભલામણ કરી છે. સ્પિનર્સ લાંબા સમયથી એન્ટિ ડમ્પિંગ ડ્યુટી કે મિનિમમ ઈમ્પોર્ટ પ્રાઈઝ (MIP) લાગુ કરવા માંગ કરી રહ્યા છે, જેથી આ પગલું ભરાયું છે. બીજી તરફ, વીવરો અને યાર્ન ઈમ્પોર્ટરોમાં આ નિર્ણયને લઈને નારાજગી જોવા મળી રહી છે. તેઓ માને છે કે, આ નિર્ણયથી ઉત્પાદન ખર્ચમાં વધારો થશે અને સ્પર્ધાત્મકતા પર અસર પડશે. ભાસ્કર ઇનસાઇટ ચીનથી મંગાવાતા લો-ક્વોલિટી યાર્નનું ડમ્પિંગ રોકવા ડ્યુટી જરૂરી સુરતમાં એરજેટ-વોટરજેટ લૂમ્સમાં નાયલોન યાર્નનો વ્યાપક છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે ચીનમાંથી આવતા હલકી ગુણવત્તાના યાર્નનું ડમ્પિંગ રોકવા ડ્યુટી જરૂરી છે, પરંતુ તેની અસર પ્રિમિયમ ડબલ એ ગ્રેડ યાર્ન વાપરતા વીવરો પર પડશે. આવા વીવર્સને વધુ ખર્ચે આયાત કરવું પડશે, જેના કારણે તેમની મુશ્કેલી વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ડીજીટીઆરની ભલામણ બાદ 90 દિવસની અંદર નાણાં મંત્રાલય નોટિફિકેશન જાહેર ન કરે તો ભલામણ આપમેળે રદ થશે.
    Click here to Read More
    Previous Article
    કલેક્ટરની સંકલન બેઠક યોજાઈ:સંકલન બેઠકમાં અશાંતધારો, ટ્રાફિક-ભેળસેળના મુદ્દા ગાજ્યા
    Next Article
    મીની વાવાઝોડાએ સર્જી તારાજી:વાવાઝોડામાં વેસુમાં ફનફેરનો ગેમઝોન વેરવિખેર, લગ્નના સેટ તૂટી પડ્યા, વાતાવરણ ખુલતાં 2 દિવસમાં ગરમી 37 ડિગ્રી થઈ શકે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment