Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇદ ઉલ ફિત્રની થશે ભવ્ય ઉજવણી:રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે ઇદની ઉજવણી

    6 days ago

    રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઇસ્લામ ધર્મનો પવિત્ર અને તહેવાર એટલે રમઝાન ઇદ ઉજવાશે. જેને ઇદ ઉલ ફિત્ર પણ કહેવામાં આવે છે. રમઝાન માસ દરમિયાન મુસ્લિમ સમાજના લોકો રોજા (ઉપવાસ) રાખે છે. 29 કે 30 દિવસના રોજા પૂર્ણ થયા પછી, ચાંદના દર્શન થતાં જ બીજા દિવસે ઈદ ઉજવાય છે અને અલ્લાહનો આભાર માને છે કે, તેમને અલ્લાહે પવિત્ર રમઝાન માસ ફરી વાર નસીબ કર્યું અને રોઝા રાખવાની તાકાત આપી. ઈદ પહેલા “સદકા એ ફિત્ર’ (જે એક દાનનો પ્રકાર છે) આપવું જરૂરી હોય છે જેથી ગરીબ લોકો પણ ઈદની ખુશી માણી શકે. ઈદના દિવસે ખાસ નમાઝ (ઈદની નમાઝ) અદા કરવામાં આવે છે અને ત્યારબાદ આ ઇદના તહેવારમાં ભાઈચારો અને એકતા પણ જોવા મળે છે જેમાં લોકો નવા કપડા પહેરે છે એકબીજાને ગળે મળે છે, “ઈદ મુબારક” કહે છે અને પ્રેમ વધારતા સંદેશ આપે છે. આજના દિવસે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે જેમ કે શીરખુરમા, સેવૈયા, વિવિધ મીઠાઈઓ અને ખાસ ભોજન બનાવાય છે. આ અંગે સૈયદ એજાઝબાપુ બુખારી, વકાર બ્લોચ સકલૈનીએ જણાવ્યું હતું કે, ઈદ ઉલ ફિત્રનો તહેવાર આપણને શીખવે છે કે માણસે જીવદયા રાખવી, ગરીબોની મદદ કરવી, પ્રેમ અને શાંતિ ફેલાવવી. કોર્પોરેશન ચોકમાં આવેલ ઇદગાહ તથા શહેરની તમામ મસ્જિદમાં સવારે ખાસ નમાઝ પઢવામાં આવશે. આલા હઝરત ગ્રૂપની અનોખી સેવા, 30 દિવસ ઇફ્તારી, ન્યાઝની વ્યવસ્થા કરાઇ હતી રાજકોટના રૈયા રોડ વિસ્તારમાં રઝાનગર ખાતે આવેલ રઝા મસ્જિદે આલા હઝરત ગ્રૂપ દ્વારા સમગ્ર રમઝાન માસ દરમિયાન 30 દિવસ સુધી ઇફ્તારી અને ઇફ્તારી પછી ન્યાઝની અવિરત વ્યવસ્થા કરાઇ હતી. ગ્રૂપના તમામ મેમ્બર્સને સન્માનિત કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ નજીક પોલીસનો દરોડો:કુવાડવા રોડ પરથી 5.85 લાખનું શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ઝડપાયું, બેની ધરપકડ
    Next Article
    ગ્રામજનોમાં રોષ‎:રાણપુર : સુખભાદર-ગોમા નદીના પટમાંથી રેતીનું ગેરકાયદેસર ખનન : તંત્રની મિલીભગતનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment