Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રામજનોમાં રોષ‎:રાણપુર : સુખભાદર-ગોમા નદીના પટમાંથી રેતીનું ગેરકાયદેસર ખનન : તંત્રની મિલીભગતનો આક્ષેપ

    10 hours ago

    રાણપુર શહેરમાં આવેલ સુખભાદર નદી અને ગોમા નદીના પટ્ટામાં રાત-દિવસ ખનન માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ છેલ્લા લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિ બેફામ રીતે ચાલી રહી છે. ટ્રેકટરો, જેસીબી અને ડમ્પરો દ્વારા ખનન વહન કરીને અત્યાર સુધીમાં લાખો-કરોડો રૂપિયાના ખનીજનું ગેરકાયદે ખનન થઈ ચૂક્યું હોવાનું માનવામાં આવે છે. નાગરિકો દ્વારા અનેકવાર તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈપણ પ્રકારની અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. વધુમાં ચોંકાવનારી બાબત એ છે કે, ખનીજ વિભાગના અધિકારીઓને માહિતી આપવામાં આવે ત્યારે તેઓ માહિતી આપનારની વિગતો ખનન માફિયાઓ સુધી પહોંચાડતા હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે. જેના કારણે તંત્ર અને ખનન માફિયાઓ વચ્ચે મિલિભગત હોવાની શંકા મજબૂત બની રહી છે. આ સમગ્ર મામલે રાણપુર તથા આસપાસના જાગૃત નાગરિકોએ મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિતમાં રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે. ખનન માફિયાઓ સામે કેસ નોંધી કાર્યવાહી કરવા માગ કરાઈ છે. જો પગલાં નહીં લેવાય તો ગ્રામજનોની આંદોલનની ચીમકી બેફામ રેતી ખનનના કારણે નદીના જળસ્તર પર ગંભીર અસર પડી રહી છે અને પર્યાવરણને મોટાપાયે નુકસાન થવાની ભીતિ વ્યકત કરવામાં આવી રહી છે. જો આવું જ ચાલતું રહેશે તો આવનારા સમયમાં પીવાનું પાણી તેમજ ખેડૂતોને સિંચાઈ માટે પાણીની ભારે તંગી ઊભી થઈ શકે છે.સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે અને જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આંદોલનનો માર્ગ અપનાવવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ઇદ ઉલ ફિત્રની થશે ભવ્ય ઉજવણી:રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે ઇદની ઉજવણી
    Next Article
    Eid Mubarak 2026: 40+ Eid ul Fitr Wishes, Short Quotes, Messages, Status To Share With Loved Ones

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment