Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ નજીક પોલીસનો દરોડો:કુવાડવા રોડ પરથી 5.85 લાખનું શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ઝડપાયું, બેની ધરપકડ

    6 days ago

    રાજકોટના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ માલિયાસણ-ખેરડી રોડ પર પેટ્રોલિંગમાં હતો ત્યારે એક આઈસર ગાડી શંકાસ્પદ હાલતમાં ઉભેલી જણાતા પોલીસે પંચોની હાજરીમાં તપાસ કરતા ટ્રકના પાછળના ભાગે પ્લાસ્ટિકના બે મોટા ટાંકા મળી આવ્યા હતા, જેમાં જ્વલનશીલ પ્રવાહી ભરેલું હતું. પકડાયેલા શખ્સોએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે આ માલ “બાયોડીઝલ’’ છે અને તે રણજીતભાઈ બાબુભાઈ ટોયટા તથા સુરેશભાઈ કારેઠાનો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે આ મામલે વધુ પૂછપરછ કરતા માલધારી સોસાયટીમાં રહેતા એક શખ્સે પોતાનું નામ અશોક ગોવિંદભાઈ ચૌહાણ અને બીજાએ પોતાનું નામ મુન્ના રામાભાઈ કારેઠા હોવાનું જણાવ્યું હતું. પોલીસે જ્વલનશીલ પ્રવાહીનો રૂ.5.85 લાખનો 9000 લિટરનો જથ્થો અને આઈસર ટ્રક કબજે કરી રૂ.11.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    પતિએ પત્ની ઉપર કર્યો હિંસક હુમલો:પતિએ પરસ્ત્રી સાથે સંબંધ રાખી પત્ની પર હુમલો કર્યો
    Next Article
    ઇદ ઉલ ફિત્રની થશે ભવ્ય ઉજવણી:રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે ઇદની ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment