Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિએ પત્ની ઉપર કર્યો હિંસક હુમલો:પતિએ પરસ્ત્રી સાથે સંબંધ રાખી પત્ની પર હુમલો કર્યો

    1 week ago

    રાજકોટના રૈયાધાર વિસ્તારમાં પરસ્ત્રી સાથેના સંબંધોને લઈ દંપતી વચ્ચેનો વિવાદ હિંસક બનતા પતિએ પત્ની પર હુમલો કરી ધાબા પરથી ફેંકી દેવાની ધમકી આપતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. રૈયાધાર 13 માળિયા આવાસમાં રહેતી અને સિવિલ હોસ્પિટલમાં હાઉસકિપિંગ તરીકે કામ કરતી ભારતીબેન દિનેશભાઈ પરમાર (ઉ.વ.39) નામની મહિલાએ તેમના પતિ દિનેશ નાથા પરમાર વિરુદ્ધ શારીરિક તથા માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. ભારતીબેને જણાવ્યા મુજબ, વર્ષ 2006માં તેઓએ પ્રેમલગ્ન કર્યા હતા અને બાદમાં 2014માં સામાજિક રીતે પણ લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેઓને સંતાનમાં 12 વર્ષનો પુત્ર સિદ્ધાર્થ અને એક પુત્રી છે. છેલ્લા ત્રણ વર્ષથી તેમનો પતિ અન્ય સ્ત્રી સાથેના પ્રેમસંબંધમાં હોય તે બાબતે પૂછપરછ કરતા તે ઉશ્કેરાઈ જતો હતો. પતિ પત્નીને ધમકાવતો પણ હતો કે, “તારે આ બાબતે દખલગીરી કરવી નહીં અને હું કહું એમ જ કરવાનું.’ પતિના ત્રાસથી કંટાળીને અને પુત્રીની ધોરણ-10ની પરીક્ષા હોવાને કારણે ભારતીબેન વીસેક દિવસ પહેલા જ બાળકો સાથે તેમના સાસુ-સસરાના ઘરે રહેવા ચાલ્યા ગયા હતા. ગત તા. 18ના રોજ રાત્રિના સમયે દિનેશ પરમાર પત્નીને લેવા માતા-પિતાના ઘરે પહોંચ્યો હતો. પત્નીએ સાથે આવવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને દરવાજા પર પાટા મારી ઘરમાં ઘૂસ્યો હતો. તેણે પત્નીને ઢીકાપાટુનો માર મારીને ધમકી આપી હતી કે, “જો તું મારી સાથે નહીં આવે તો તને ધાબા પર લઈ જઈ નીચે ફેંકી મારી નાખીશ.’
    Click here to Read More
    Previous Article
    ફાર્મસી રિસર્ચમાં હવે AIનો દબદબો:ફાર્મસીના વિદ્યાર્થીઓ AI, પાયથોન શીખી ગ્લોબલ માર્કેટ માટે તૈયાર થશે
    Next Article
    રાજકોટ નજીક પોલીસનો દરોડો:કુવાડવા રોડ પરથી 5.85 લાખનું શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ઝડપાયું, બેની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment