Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેઠક:વડોદરા જિલ્લાની પંચાયત-પાલિકાઓમાં ભગવો લહેરાવવા પ્રભારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

    1 week ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વડોદરાની જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયત અને નગર પાલિકાઓમાં ભાજપનું બોર્ડ બનાવવા સંગઠને કમર કસી છે. જિલ્લા ભાજપ પ્રભારી ડો. રૂત્વિજ પટેલની અધ્યક્ષતામાં મહત્વની બેઠકમાં ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે વિજયની વ્યુહરચના ઘડાઇ હતી. જેમાં ગત 5 વર્ષના વિકાસકામોને આધારે જનતા વચ્ચે જવાનો નિર્ધાર વ્યક્ત કરાયો હતો. જિલ્લા ભાજપ કાર્યાલયે યોજાયેલી બેઠકમાં જિલ્લા પ્રભારી ડો. રૂત્વિજ પટેલે જણાવ્યું કે, અમે જિલ્લાની તમામ બેઠકો જીતવા માટે સજ્જ છીએ. સામા પક્ષના ઉમેદવારોને પછડાટ આપવા માટે પાયાના સ્તરે આયોજન કરાયું છે. છેલ્લા 5 વર્ષમાં થયેલા લોકહિતના કામો અમારી તાકાત છે. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો. બી.જે. બ્રહ્મભટ્ટે ઉમેર્યું હતું કે, હાલમાં પણ તમામ સંસ્થાઓમાં ભાજપનું શાસન છે, પરંતુ આગામી ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોની સંખ્યામાં જંગી વધારો કરવાનું અમારું લક્ષ્ય છે. ડેરીમાં વિપક્ષી વિચારધારાનો પરાજય એ તો હજુ ટ્રેલર છે બરોડા ડેરીની ચૂંટણી અંગે ડો. રૂત્વિજ પટેલે જણાવ્યું કે, ડેરીમાં અમારા મોટાભાગના ઉમેદવારો બિનહરીફ થયા છે અને બાકીનાનો ભવ્ય વિજય થયો છે. વિપક્ષી વિચારધારા ધરાવતા ઉમેદવારોનો કારમો પરાજય જનતાનો મિજાજ બતાવી રહ્યો છે. કમોસમી વરસાદથી નુકસાન મુદ્દે સરકાર ખેડૂતોની સાથે વાવાઝોડા અને કમોસમી વરસાદ અંગે પ્રભારીએ કહ્યું કે, કુદરતી આફતના સમયે સરકાર ખેડૂતોની પડખે રહી છે. ખેડૂતોના પાકને નુકસાન થયું હશે, તો સરકાર દ્વારા ચોક્કસપણે સહાય અને મદદ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પેજ પ્રમુખો હુકમનો એક્કો બનશે એસઆઈઆરના કામમાં જ ભાજપના પેજ પ્રમુખો મતદારો સુધી પહોચ્યાં હતાં. મતદારોને એસઆઈઆરનું ફોર્મ ભરવા તેમજ બીજી સમસ્યા હોય તો તેનું નિરાકરણ પણ લાવતા હતાં. દરેક તાલુકામાં બેઠક મુજબ પેજ પ્રમુખો એસઆઈઆરની કામગીરી કરનારા કર્મચારી સાથે સતત જોડાયેલા રહ્યાં હતાં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ વડોદરા જિલ્લાની જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી જીતવાનો રસ્તો બનાવી દીધો હતો. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પેજ પ્રમુખો હુકમનો એક્કો બની શકે છે.
    Click here to Read More
    Previous Article
    તપાસ:માતા-પિતા 21 દિવસની એનિમિયાગ્રસ્ત પુત્રીને એસએસજીમાં છોડીને જતા રહ્યા
    Next Article
    દુર્ઘટના:વડસરમાં ગેસ લાઈનનું કામ કરતો યુવક ખાડામાં પડ્યો, કરંટથી મોત થયાની શંકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment