Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુર્ઘટના:વડસરમાં ગેસ લાઈનનું કામ કરતો યુવક ખાડામાં પડ્યો, કરંટથી મોત થયાની શંકા

    1 week ago

    વડસરની વલ્લભ વાટિકા સોસાયટીમાં ગેસ લાઈનના કામ દરમિયાન શ્રમજીવીનું મોત થયું હતું. શ્રમજીવી ખાડામાં કામ કરતા અચાનક ઢળી પડતા સયાજી હૉસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા. હાલમાં પોલીસે પોસ્ટ મોર્ટમ કરાવીને અને વીસેરા લઈને વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે, શ્રમજીવીનું મોત કંરટ લાગવાથી થયું છે. મૂળ રાજસ્થાનના 35 વર્ષીય હડીયાભાઈ પટેલ વડોદરા મજૂરી માટે આવ્યા હતા. વડસર ગામની વલ્લભ વાટિકામાં 1 અઠવાડિયાથી ગેસ લાઈનનું કામ ચાલતું હોવાથી હડીયાભાઈ ત્યાં મજૂરી કામ કરી રહ્યા હતા. આ દરમિયાન ગુરુવારે બપોરે તે ખાડામાં કામ કરવા માટે ઉતર્યા હતા,જોકે થોડા જ સમયમાં તેઓ 2 ફૂટ ઊંડા ખાડામાં ઢળી પડ્યા હતા. અન્ય શ્રમજીવીએ પથ્થર મારીને તપાસ કરતા હડીયાભાઈએ કોઈ પ્રતિસાદ આપ્યો નહોતો. આ અંગે સોસાયટીમાં થતાં પ્રમુખ સહિત રહીશો દોડી આવ્યા હતા. પ્રમુખે પોલીસને જાણ કરીને હડીયાભાઈને સયાજી હૉસ્પિટલમાં ખસેડ્યા હતા. માંજલપુર પોલીસ મથકના પીઆઈ એલ.ડી.ગમારાએ જણાવ્યું હતું કે, શ્રમજીવીને કંરટ લાગ્યો છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે. ખાડામાં શું થયું તેની મને જાણ નથીઃ સહકર્મી કામદાર અરવિંદભાઈએ જણાવ્યું કે, અહીં અઠવાડિયાથી ગેસ લાઇન નાખવાનું કામ ચાલે છે. અમે લોકો ત્યાં જ કામ કરતા હતા. હું બીજી બાજુ કામ કરી રહ્યો હતો અને જે વ્યક્તિ સાથે આ ઘટના બની તે ખાડામાં કામ કરી રહ્યા હતા. ખાડામાં શું થયું તેની મને બહુ જાણ નથી. વીજ કરંટથી મોત થયાનું લાગે છે વલ્લભ વાટિકાના પ્રમુખ રોનક મિસ્ત્રીએ મીડિયાને જણાવ્યું કે, વીજીએલનું કામ ચાલી રહ્યું હતું. ફોર્મ ભરીને અને મંજૂરી બાદ સરવે કરીને કામ શરૂ થયું હતું. જ્યારે પણ સોસાયટીનું કે કોર્પોરેશનનું કોઈ પણ કામ ચાલતું હોય, ત્યારે કામ કરનારાઓએ પાયાની સાવચેતી રાખવી જોઈએ. અમને લાગી રહ્યું છે કે, કદાચ વીજ કરંટના કારણે શ્રમજીવીનું મોત થયું હશે.
    Click here to Read More
    Previous Article
    બેઠક:વડોદરા જિલ્લાની પંચાયત-પાલિકાઓમાં ભગવો લહેરાવવા પ્રભારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
    Next Article
    ફરિયાદ:પાલિકાના આરોગ્યકર્મીએ મહિલા સાથે લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment