Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારે વરસાદને લીધે કહેરની સ્થિતિ:આંબાઓને ઊઝરડી નાખતા કેરીના પાકને કર્યું મોટું નુકસાન

    1 week ago

    ધારી અને સાવરકુંડલા તાલુકામાં અચાનક આવેલા વાવાઝોડા સાથેના વરસાદે ખેડૂતોના બાગાયતી તેમજ રવિ પાકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આંબાવાડીઓમાં ઝાડ પરની કેરી ભારે પવનથી ખરી જતા નીચે જાણે ખાખડી અને કેરીની પથારી થઈ હતી. ખેડૂતોને ખાખડીનો ભાવ પણ મળે તેવી શક્યતા રહી નથી. ધારી તાલુકાના બાગાયતી વિસ્તારોમાં આંબાના બાગોમાંથી મોટી સંખ્યામાં કેરીનો ફાલ જમીન પર પડી ગયો છે. સાથે સાથે નાની કેરી, જેને ખેડૂતો “ખાખડી” તરીકે ઓળખે છે, તે પણ ભારે પ્રમાણમાં જમીનદોસ્ત થઈ ગઈ છે. પરિણામે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આંબાવાડીઓમાં એક સાથે મોટા પ્રમાણમાં ખાખડી અને કેરી ખરી પડતા બજારમાં પણ તેની આવક થઈ છે. જેને પગલે ખેડૂતોને હવે ખાખડીનો ભાવ પણ મળી રહ્યો નથી. સાવરકુંડલા તાલુકામાં પણ કેરીની મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે. અતિભારે પવનના કારણે કેરી ખરી પડતા ખેડૂતોનું હૈયુ કકળી ઉઠ્યું છે. કારણ કે આ વર્ષે ખેડૂતોને કેરીના સારા પાકની આશા હતી. મોર બંધાવા સમયે વાતાવરણ સારું રહ્યું હતું. જેના કારણે મોટા પ્રમાણમાં મોર આવ્યો હતો. આવી જ રીતે ખાખડી બંધાતી વખતે પણ વાતાવરણ ઠીક હોય અનેક વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખાખડીઓ બંધાઈ હતી. પરંતુ હવે કમોસમી વરસાદ અને ભારે પવન આંબાઓને જાણે ઉદરડી નાખ્યા છે. જેના કારણે કેરીનું ઉત્પાદન ઘણું ઓછું થશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:ખેડૂતોનું આક્રંદ : માવઠામાં ઘઉં, ચણા, ધાણા, ડુંગળી બધું જ બરબાદ થયું, હવે સરકાર ખેડૂતોની મદદે આવે
    Next Article
    તપાસ:માતા-પિતા 21 દિવસની એનિમિયાગ્રસ્ત પુત્રીને એસએસજીમાં છોડીને જતા રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment