Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:ખેડૂતોનું આક્રંદ : માવઠામાં ઘઉં, ચણા, ધાણા, ડુંગળી બધું જ બરબાદ થયું, હવે સરકાર ખેડૂતોની મદદે આવે

    1 week ago

    અમરેલી જિલ્લામાં ગઈકાલે પડેલા કમોસમી વરસાદે ભારે વિનાશ વેર્યો છે. અહીં માત્ર કમોસમી વરસાદ ન હતો પરંતુ સાથે સાથે જ જાણે મીની વાવાઝોડું ફૂંકાતું હોય તેમ આંધી તોફાન પણ જોવા મળ્યું હતું. અમરેલી જિલ્લામાં ઓણ સાલ રવિ પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. જે ખેડૂતોએ ઘઉં ધાણી સહિતનો પાક ઉપાડી લીધો હતો તેઓ ફાયદામાં રહ્યા હતા. પરંતુ હજુ મોટા પ્રમાણમાં આ પંથકમાં ઘઉં, ધાણા, ચણા, ડુંગળી સહિતનો પાક ઉપાડવાનો બાકી હતો. તો ઘણા ખેડૂતોએ પાક તો ઉપાડી લીધો હતો પણ તે ખળામાં કે પાથરા સ્વરૂપે હતો. ખેડૂતને હળવા વરસાદની આશંકા તો હતી જ પરંતુ ભારે વરસાદ અને તે પણ આંધી તોફાન સાથે આવશે તેવી કોઈ આશંકા ન હતી. જેને પગલે મોટાભાગના ખેડૂતો ઊંઘતા ઝડપાયા હતા. પરિણામે તેમના મોંમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો છે. બિયારણ, ખાતર અને મજૂરીનો ઊંચો ખર્ચ તથા શિયાળુ પાક માટેની ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે. પવને ઘઉં અને ચણા પલાળી દીધા છે. જેથી ખેડૂતને તેનો પૂરતો ભાવ નહીં મળે. જ્યારે ધાણા તો તેના પાથરામાંથી છૂટા પડી ગયા છે. અમરેલી, ધારી, વડીયા, બાબરા, લાઠી, લીલીયા, સાવરકુંડલા તાલુકામાં સૌથી વધુ નુકસાની જોવા મળી રહી છે. જેને પગલે હવે ખેડૂતો સહાય માટે સરકાર સામે હાથ લંબાવી રહ્યા છે. અમરેલી, સાવરકુંડલા, વડીયા, લાઠી, ધારી પંથકમાં સૌથી વધુ નુકશાન અમારો ઘઉંનો પાક છિનવાયો અમારા સંયુક્ત ખેતરમાં 20 વિઘાના આશરે 1 હજાર મણ ઘઉં પાક ઉપર હતા અને ભારે પવન અને કમોસમી વરસાદમાં આડા પડી ગયા અને પલળી ગયા છે. જેનાથી હવે આ ઘઉં ખરાબ થઈ ગયા છે અને સફેદ દાગ પડી જાય તેવી શક્યતાઓ છે. જેના કારણે મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. બઝારમાં તેની પૂરતી કિંમત નહીં મળે. > મનોજભાઈ કથિરિયા, મોટા ગોખરવાળા ઘઉં-ચણા પલળતા નુકસાન ઘઉં અને ચણા પલળી જતા મોટું નુકસાન થયું છે. ધાણા પણ પવનમાં ઉડી ગયા છે. જે બચ્યા છે તેનો કલર જતો રહેશે. જેથી બઝારમાં તેનો ભાવ પણ નહીં મળે. હાલમાં ઓપનર મળતા નથી અને ટ્રેક્ટર પણ વાડીમાં આવી શકે તેમ નથી. આ વિસ્તારના ખેડૂતોને નુકસાન મોટું થયું છે. > મૂળજીભાઈ સોજીત્રા, વડીયા ફાલ સારો, પણ પવનથી કેરી ખરી મારા ખેતરમાં આંબાનો બગીચો ઊભો છે. જેનો ફાલ પણ સારો હતો. દર વર્ષે બે અઢી લાખ રૂપિયાનો નફો મળે છે. પરંતુ અચાનક આવેલા ભારે પવનથી નાના મોટી તમામ કેરીઓ ખરી પડી છે. જેના કારણે હાલ લાખો રૂપિયાની નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. લાખો રૂપિયાનો ખર્ચ કરી આખું વર્ષ માવજત કરીએ છીએ અને પાકનો ટાઈમ આવે ત્યારે આફતોથી પાયમાલ થઈ જવાય છે. > ઘનશ્યામભાઈ ભેસાણીયા, મીઠાપુર ચણાના ઉભડા પવનમાં ઉડી ગયા અમારા ખેતરમાં ચણા ઉપાડીને રાખ્યા હતા. ગઈકાલે પોણો ઈચ વરસાદ પડ્યો તે પહેલા ભારે પવનના કારણે ચણાના ઉભડા ઉડી ગયા હતા. તૈયાર પાકને પવને વેરણ છેરણ કરી નાખ્યો હતો. મહેનત પર પાણી ફરી વળતા હવે અમે મૂંઝાયા છીએ કે જાવું તો જાવું ક્યાં?. દર વર્ષે કોઈને કોઈ નુકશાની આવે છે. > કાંતિભાઈ સાંગાણી, વડીયા ચણા, ડુંગળીને વધુ નુકશાન ગઈકાલે પવન સાથે વરસાદ ત્રાટક્યો હતો. અમારા ગામમાં ઘઉં, ચણા અને ડુંગળીને મોટું નુકસાન થયું છે. ચણાના તૈયાર પાક પર વરસાદ પડતા નકામા બની ગયા છે. ખેડૂતોની મદદે આવી સરકારે સહાય ચૂકવવી જોઈએ. > જીવનભાઈ રામપ્રસાદ, સેંજળ ખાવા જેટલી કેરી પણ બચી નથી અમરેલી જિલ્લાનાં મીઠાપુર ગામની સીમમાં વરસાદ અને પવનના કારણે ભારે નુકશાની થઈ છે. અમારા ખેતર સહિત અનેક ખેડૂતોનાં ખેતરમાં ભારે પવન અને કમોસમી વરસાદથી આંબા ઉપર આવેલી તમામ કેરી ખરી પડી છે, ઘરમાં ખાવા પણ કેરી બચી નથી ત્યારે રાજ્યના કૃષિમંત્રી દ્વારા તાત્કાલિક સર્વે કરાવી વળતર આપે તો થોડી રાહત મળે. > દિનેશભાઈ ભેસાણીયા, મીઠાપુર પાક ઉતારીએ તે પહેલા વરસાદ, હવે કશું ના બચ્યું ધાણા કાઢવાના બાકી હતા ધાર આવી ગયો હોય કામ અટકતું હતું. ગઈકાલે વરસાદ આવી જતા હવે ધાણામાં કશું બચ્યું નથી. મહેનત પાણીમાં ગઈ. ખેતરમાં વેરવિખરે બન્યુ, સરકારે સહાય કરવી જોઈએ. > રમણીકભાઇ સોજીત્રા, વડીયા
    Click here to Read More
    Previous Article
    વાહનચાલકોને ભારે મુશ્કેલી:વાડી પટેલ એસ્ટેટ રોડ પર લાઈન ભાંગતાં ઘૂંટણ સમા પાણી ભરાયા
    Next Article
    ભારે વરસાદને લીધે કહેરની સ્થિતિ:આંબાઓને ઊઝરડી નાખતા કેરીના પાકને કર્યું મોટું નુકસાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment