Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાહનચાલકોને ભારે મુશ્કેલી:વાડી પટેલ એસ્ટેટ રોડ પર લાઈન ભાંગતાં ઘૂંટણ સમા પાણી ભરાયા

    1 week ago

    વાડી પટેલ એસ્ટેટ રોડ પર પાણીની મુખ્ય લાઈનમાંથી નાની લાઈનમાં જોડાણ કરવાનું કામ પૂર્ણ થયા બાદ પાણી વિતરણના સમયે લાઈનમાં ભંગાણ પડ્યું હતું. રોડ પર તળાવ બન્યું હતું. રાહદારીઓને વાહન ચાલકો ઘૂંટણ સમા પાણીમાંથી જવાની ફરજ પડી હતી. પાલિકાના પાણી પ્રોજેક્ટ વિભાગે પટેલ એસ્ટેટ રોડ પર 14 ઇંચની પાણીની પાઇપ નાખવામાં આવી હતી. જેમાંથી નાની લાઈનમાં જોડાણ આપવા માટે વોર્ડ કચેરીની એન્જિનિયરિંગની ટીમ દ્વારા સવારે કામગીરી કરાવી હતી. સાંજે પાણી વિતરણ સમયે લાઈન માટે ખોદેલા ખાડામાંથી પાણીનો ધોધ બહાર નીકળ્યો હતો. પટેલ એસ્ટેટ રોડ પણ તળાવની જેમ ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે પરેશાની ભોગવી પડી હતી. પાણી પુરવઠા વિભાગ અને વોર્ડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને સમારકામ શરૂ કર્યું હતું. 30 મિનિટ સુધી પાણી નીકળ્યું અને લોકોને ઓછા પ્રેશરથી પાણી મળ્યું સાંજે ગાજરાવાડી ટાંકીમાંથી પાણી વિતરણ થાય છે. લાઇનના છેડે એન્ડ કેપ લગાવાઇ હતી. નાની લાઈન સાથે જોડાણ દરમિયાન એન્ડ કેપ છટકી જતા ઘટના બની હોઇ શકે. 30 મિનિટ સુધી પૂરજોશમાં પાણી નીકળી રોડ પર ફરી વળ્યું હતું. ભંગાણથી અનેક લોકોને ઓછા પ્રેશરે પાણી મળ્યાની ફરિયાદ ઉઠી હતી.
    Click here to Read More
    Previous Article
    ગુનાખોરી:મંગળબજારમાં ઠગોએ દાન અપાવવાની લાલચે વૃદ્ધાની 2.85 લાખની સોનાની બે તોલાની બે બંગડીઓ તફડાવી
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:ખેડૂતોનું આક્રંદ : માવઠામાં ઘઉં, ચણા, ધાણા, ડુંગળી બધું જ બરબાદ થયું, હવે સરકાર ખેડૂતોની મદદે આવે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment