Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાણેજને વહીવટ આપતા ખેલ પાડી દીધો:બાપુનગરના કોન્ટ્રાક્ટરને સગી ભાણેજના દીકરાએ 2.85 કરોડનો ચૂનો લગાવ્યો

    2 days ago

    શહેરના બાપુનગરમાં રહેતા અને આખી જિંદગી કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર તરીકે કામ કરી જે રકમ મરણમૂડી તરીકે બચાવી હતી તે રકમ સગી ભાણેજના દીકરાએ ચાઉં કરી દીધી છે.વૃદ્ધની 2.85 કરોડની રકમની ઉચાપત કરતા વૃદ્ધે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરી છે. બાપુનગર ડી-માર્ટ પાસેની નરનારાયણ સોસાયટીમાં રહેતા 72 વર્ષના મથુરભાઈ સાવલિયા અને તેમના પત્ની મંજુલાબેન હાલ નિવૃત્ત જીવન ગુજારી રહ્યા છે. મથુરભાઈ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા અને તેમણે આખી જિંદગી કમાણી કરીને જે બચત કરી હતી તે પોતાની બેંકમાં અને પોતાની પાસે રોકડમાં રાખી હતી. જોકે, તેમના બે સંતાનો વારાફરતી મૃત્યુ પામતાં તેમને વૃદ્ધાવસ્થામાં પોતાનું ધ્યાન રાખી શકે અને પોતાને સાચવી શકે એવા એક સ્વજનની શોધ હતી. ત્યારે જ તેમને લગભગ સાત-આઠ વર્ષ પહેલાં પોતાના સગા ભાણેજ ભાવનાબેન ભવાનભાઈ લોકડિયાના દીકરા મૌલિક લોકડિયાને પોતાનો વહીવટ સોંપવાની જવાબદારી આપવા વિચાર્યું હતું.તેમણે એક દિવસ મૌલિકને પોતાના ઘરે બોલાવી વાત કરી હતી કે, મારે આખા જીવનની મૂડી છે, તું સાચવજે અને મને જ્યારે જરૂર પડે ત્યારે મને પરત આપજે. મૌલિકે તરત જ હા પાડી અને તેમના રૂપિયા સાચવવાની તૈયારી બતાવી હતી. ‘તમે જ્યારે જે રકમ માગો ત્યારે મારે તમને પરત આપવાની રહેશે’ સાથે સાથે એવી ખાતરી પણ આપી હતી કે તમે જ્યારે જે રકમ માગો ત્યારે મારે તમને પરત આપવાની રહેશે, તમારી બેંકની અને તમામ વહીવટ હું સંભાળીશ. જેને પગલે મથુરભાઈએ મૌલિકને 3.10 લાખ રૂપિયા ચેકથી આપ્યા હતા, જ્યારે પોતાની પાસેની બચતના રોકડ રૂપિયા 92.63 લાખ મળી કુલ 4.03કરોડ મૌલિકને આપ્યા હતા. મૌલિક આ રકમનો વહીવટ કરતો હતો. દરમિયાન લગભગ બે એક વર્ષ પહેલાં મથુરભાઈને પોતાના કુબડથલ ખાતેના પ્લોટમાં રોડ બનાવવાનો હોવાથી પૈસાની જરૂર પડી હતી. તેમણે મૌલિક પાસે પોતાના રૂપિયા પરત માગ્યા હતા. ત્યારે મૌલિકે આજે આપું છું, બે દિવસમાં આપું છું, થોડા દિવસ બાદ આપું છું તેમ કહી તેમને વાયદા બતાવવાનું શરૂ કર્યું હતું. જેને પગલે મથુરભાઈને લાગ્યું હતું કે મૌલિકની દાનત હવે સારી નથી. માટે તેમણે પોતાના જમાઈ એટલે કે મૌલિકના પિતા અને પોતાના સ્વજનો-મિત્રોની સાથે એક બેઠક કરી હતી, જેમાં મૌલિકે પોતાના હાથે લખી આપ્યું હતું કે દાદાએ 3.10 કરોડ ચેકથી અને 92,63,000 રૂપિયા રોકડા મળી 4.03 કરોડ પોતાને આપ્યા છે, જે તેમને પરત આપવાના રહેશે. સ્પષ્ટતા કર્યા બાદ પણ મૌલિકે મથુરભાઈને પૂરા રૂપિયા નહીં આપી ટુકડે-ટુકડે 1.18 કરોડ રૂપિયા ચૂકવી આપ્યા હતા,જ્યારે બાકીના 2.85 કરોડ રૂપિયા નહીં આપી દાદા સાથે ઠગાઈ કરી હતી. આ બાબતે મથુરભાઈ સાવલિયાએ પોલીસ કમિશનર કચેરી ખાતે પોતાની વ્યથા રજૂ કરતા પોલીસ કમિશનર કચેરી દ્વારા તેમને ન્યાય અપાવવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં ભાણેજ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને ભાણેજ મૌલિક ભવાનભાઈ લોકડિયા,( રહે. મકાન નંબર 5 અને 6, ગોપાલ કૃષ્ણ સોસાયટી, ઈન્ડિયા કોલોની રોડ, ઠક્કરનગર બ્રિજ નીચે, બાપુનગર, જ્યારે બીજુ મકાન રાજધાની બંગલોઝ, દીપક સ્કૂલની બાજુમાં, નિકોલ,) વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ તેની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મણિનગરમાંથી 198 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક ઝડપાયો:મધ્યપ્રદેશથી પેડલરોને ડ્રગ્સ આપવા આવ્યો હતો, શાહરૂખ પઠાણના મોબાઈલમાંથી અમદાવાદના પેડલરોની વિગતો મળતા તપાસનો ધમધમાટ
    Next Article
    અજય ભ્રહ્મભટ્ટના જન્મદિવસની બાળકો વચ્ચે ઉજવણી:પાટણમાં સમર્પણ સેવા સંસ્થા દ્વારા બિસ્કિટ-ચોકલેટ વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment