Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રજૂઆત:દેશભરમાંથી કેવડિયા આવતી ટ્રેનોને હવે વાયા અંકલેશ્વરના રૂટ પર દોડાવો

    1 week ago

    અંકલેશ્વરથી રાજપીપળા વચ્ચેની નેરોગેજ લાઇનને બ્રોડગેજમાં પરિવર્તિત કરવામાં આવી છે પણ કેવડિયાને રેલમાર્ગે વડોદરા સાથે જોડી દેવાતાં રાજપીપળાનો વિકાસ રૂંધાઇ રહયો છે. સાંસદ મનસુખ વસાવાએ વાયા અંકલેશ્વર થઇને કેવડિયાની ટ્રેન ચલાવવામાં આવે તેવી માગણી લોકસભામાં કરી છે. ભરૂચ સાંસદ મનસુખ વાસવાએ સાંસદમાં રાજપીપળા રેલવે લાઈનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સરકારમાં રજુઆત કરી કે કેવડિયા સુધી ટ્રેનો આવે છે દિલ્હી મુંબઈ,અમદાવાદ વડોદરાથી ટ્રેનો આવે છે પણ જેમાં જોઈએ એવો ટ્રાફિક રહેતો નથી કારણ કે વડોદરાથી કેવડિયા એકતાનગર ટ્રેનો આવે છે પછી પાછી વડોદરા જાય અને તેના નિયત રુટ પ્રમાણે જાય છે. પરંતુ જો ટ્રેન એકતાનગરથી રાજપીપળા જોડી દેવામાં આવે અને ત્યાંથી અંકલેશ્વર રૂટ પરથી સીધી ટ્રેન મુંબઈ અને સાઉથમાં જાય તેમ છે. એક મોટો કોરિડોર બને એટલે કેવડિયા એકતા નગરથી રાજપીપળા લાઈન જોડવામાં આવે અને અંકલેશ્વર રાજપીપળા બ્રોડગેજ લાઈન તૈયાર છે જેને ખાલી ઇલેક્ટ્રિક બનાવવાની છે તો એકતાનગર અને રાજપીપલા ટ્રેનો નો ટ્રાફિક વધુ રહે દિલ્હીથી આવતી ટ્રેનો એકતાનગર -રાજપીપળા - અંકલેશ્વર થઇ ને મુંબઈ અને ચેન્નાઇ સુધી જઈ શકે તો આ એકતાનગરથી રાજપીપલા નવી રેલવે લાઈન નાખવા સાંસદે માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    તંત્ર નિંદ્રાધીન:દાદરા ગામે નહેરમાંથી ખુલ્લેઆમ પાણી ચોરી
    Next Article
    ગુનાખોરી:મંગળબજારમાં ઠગોએ દાન અપાવવાની લાલચે વૃદ્ધાની 2.85 લાખની સોનાની બે તોલાની બે બંગડીઓ તફડાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment