Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાસણા પોલીસની કાર્યવાહી:સગીરાને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ કરવા ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ

    1 week ago

    એક ગાર્ડન પાસે જાગ્રત નાગરિક 3 સગીરા અને 3 યુવકને શંકાના આધારે વાસણા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જે બાદ તપાસ કરતા સગીરા પાસેથી ડુપ્લિકેટ આધારકાર્ડ મળ્યું હતું. જે બાદ ખુલ્લાસો થયો હતો કે સગીરાને પ્રેમસંબંધ હોવાથી પ્રેમીએ તેને હોટલમાં લઈ જવા માટે તેના મિત્ર પાસેથી બનાવટી આધાર કાર્ડ બનાવ્યું હતું. આ કેસમાં પોલીસે એક સગીર સહિત કુલ 5 સામે 2 અલગ અલગ ગુના નોંધી 4આરોપીની ધરપકડ કરી છે. ઘટનાની પ્રાપ્ત માહિતી પ્રમાણે વાસણામાં 52 વર્ષીય આધેડ પરિવાર સાથે રહે છે અને લારી ફેરવીને વેપાર કરે છે. ગત 19 માર્ચે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કે તમારી 15 વર્ષની દીકરીને વાસણા પોલીસ સ્ટેશન લઈ જવાઈ છે. આથી આધેડ ત્યાં પહોંચી પુત્રીને પૂછ્યું ત્યારે જાણવા મળ્યું હતું કે તે મોહમંદ સિરાજ સલમાની નામના યુવકના સંપર્કમાં હતી. બાદમાં બન્ને અવારનવાર મળતા હતા અને હોટલમાં જવું હતું પરંતુ નાની ઉંમરને કારણે હોટલમાં રૂમ મળતો નહોતો. આથી મોહમંદ સિયાજે મિત્ર અરવિંદ ચૌહાણ પાસેથી ખોટું નામ અને ખોટી ઉંમરનું ડુપ્લિકેટ આધારકાર્ડ બનાવ્યું હતું. અને બન્ને હોટલમાં જવાનો પ્લાન કરતા હતા ત્યારે પકડાઈ ગયા હતા. જે બાદ વાસણા પોલીસે સિરાજ અને અરવિંદ સામે ગુનો નોંધ્યો હતો. જે બાદ તપાસ કરતા રિવરફ્રંટ પર 3 સગીરાઓ 3 યુવકો સાથે મળી આવી હતી. આથી સગીરાની પૂછપરછ કરતાં તેમના પણ આધારકાર્ડ બતાવતાં તેમના નામમાં પણ ફેરફાર કર્યા હોવાનું સામે આવ્યું હતું. આથી સગીરાઓને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ કરવાના ઈરાદે બનાવટી આધાર કાર્ડ બનાવવાનું કૌંભાડ ચાલતું હતું. પોલીસે અમીરઅલી શેખ, સિરાજ અસલમાની અને અરવિંદ ચૌહાણ સહિત સગીરની ધરપકડ કરી છે જ્યારે એક ફરાર હોવાથી તેની શોધખોળ શરૂ કરી છે. વાસણા પોલીસે 5 સામે ગુનો નોંધી સગીર સહિત 4 જણની ધરપકડ કરીૉ ઇન્દોરનું સરનામું, 21 વર્ષની વય બતાવી હોનિસ્ટા એપમાં સગીરાનું બનાવટી આધાર કાર્ડ બનાવ્યું હતું સગીરાનો સંપર્ક ફરાર બ્રિજેશ નામના આરોપીએ બીજા આરોપીઓને કરાવ્યો હતો. જે બાદ મિત્ર બન્યા બાદ તેઓએ એક વોટ્સઅપ ગ્રૂપ બનાવ્યું હતું અને તેમાં વાતચીત કરતા હતા. એટલું જ નહીં સીરાજના કહેવાથી અરવિંદે હોનિસ્ટા નામની એપ્લિકેશનથી સગીરાનું નકલી આધાર કાર્ડ બનાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. સાથે જ આધારકાર્ડમાં ફોટો સગીરાનો હતો પરંતુ સરનામું ઈન્દોર અને ઉંમર 21 વર્ષની કરી હતી. આથી આ કૌંભાડમાં બીજા કોઈ સામેલ છે કે નહીં પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    કેન્દ્રીય વાહન વ્યવહાર વિભાગ દ્વારા નવો નિયમ:ટોલફી બાકી હશે તે વાહન બ્લેકલિસ્ટ 2 નોટિસ પછી 72 કલાકમાં કાર્યવાહી
    Next Article
    તંત્ર નિંદ્રાધીન:દાદરા ગામે નહેરમાંથી ખુલ્લેઆમ પાણી ચોરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment