Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    "દારૂ વેચવાની ના કેમ પાડી?":જૂનાગઢના ભંડુરીમાં વિરોધ કરનાર યુવકના ઘર પર જામગરી બંદૂકથી ફાયરિંગ, 2 આરોપી ઝડપાયા

    17 hours ago

    જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ભંડુરી ગામમાં દેશી દારૂના ગેરકાયદે વેચાણ સામે અવાજ ઉઠાવવો એક યુવકને ભારે પડ્યો છે. દારૂ વેચવાની ના પાડવા બાબતે અદાવત રાખી બુટલેગર પરિવારે ફરિયાદીના ઘર પર હુમલો કરી જામગરી બંદૂકમાંથી ફાયરિંગ કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. દારૂ વેચવાની ના પાડતાં ઘરમાં ઘૂસી ધમકી આપી પ્રાપ્ત વિગતો અનુસાર, ભંડુરી ગામમાં રહેતા 33 વર્ષીય એજાજ સુલેમાનભાઈ ગંભીરના ઘરની સામે રહેતી રોશનબેન હુશેનભાઈ સાળ છેલ્લા બે વર્ષથી ચોરી-છૂપીથી દેશી દારૂનો વેપાર કરતી હતી. ફરિયાદી એજાજભાઈ દ્વારા આ ગેરકાયદે પ્રવૃત્તિનો અગાઉ વિરોધ કરવામાં આવ્યો હતો, જેનું મનદુઃખ રાખીને આરોપીઓ અવારનવાર તકરાર કરતા હતા. ગત 6 ઓક્ટોબરની રાત્રે આશરે 11 વાગ્યાના સુમારે રોશનબેન, તેમના બંને પુત્રો (આસીફ અને ઈમ્તીયાઝ), જમાઈ રસુલ સહિતના પરિવારજનો હથિયારો સાથે એજાજભાઈના ઘરે આવી પહોંચ્યા હતા. આરોપીઓએ ગાળાગાળી કરી "તમે દારૂ વેચવાની ના કેમ પાડો છો? બહાર નીકળશો તો જાનથી પતાવી દઈશું" તેવી ધમકીઓ આપી હતી. જામગરી બંદૂકથી ઘર સામે કર્યું ફાયરિંગ આ વિવાદ દરમિયાન દહેશત ફેલાવવાના ઈરાદે આરોપી આસીફ સાળે પોતાની પાસે રહેલી દેશી લાકડાની જામગરી બંદૂકમાંથી એજાજભાઈના ઘર સામે સીધું ફાયરિંગ કર્યું હતું. ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપીઓએ અગાઉ 15 દિવસ પહેલાં પણ બે રાઉન્ડ ફાયરિંગ કરીને ભયનો માહોલ ઊભો કર્યો હતો. ઘટનાની જાણ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ 112 પર કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધી બે આરોપીઓને દબોચ્યા આ બનાવ સંદર્ભે માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમ 351(3), 352, 54 તેમજ આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ડીવાયએસપી દિનેશ કોડીયાતરે જણાવ્યું હતું કે, ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ હતી. જેમાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓને તાત્કાલિક રાઉન્ડઅપ કરી લેવાયા છે. હાલ ઇન્ચાર્જ પી.આઈ. હુંબલ દ્વારા આ કેસની વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. બીજી તરફ, ભંડુરી ગામમાંથી અસામાજિક તત્વોનો કાયમી નિકાલ થાય અને આરોપીઓને કડકમાં કડક સજા મળે તેવી સ્થાનિકો અને ફરિયાદી પક્ષે માંગ ઉઠાવી છે.
    Click here to Read More
    Previous Article
    મારવાડી યુનિવર્સિટીમાં 444 યુનિટ રક્તદાન કરાયું:17મી શિબિરમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો; 10 વર્ષમાં 5,126 યુનિટનો આંકડો પાર
    Next Article
    વલસાડમાં પ્રોહિબિશન ગુનાના 4 વોન્ટેડ આરોપી પકડાયા:LCB ટીમે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સથી ઝડપ્યા, વલસાડ રૂરલ પોલીસને સોંપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment