Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારવાડી યુનિવર્સિટીમાં 444 યુનિટ રક્તદાન કરાયું:17મી શિબિરમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો; 10 વર્ષમાં 5,126 યુનિટનો આંકડો પાર

    16 hours ago

    ‘સેવા અને સમર્પણના 25 વર્ષ’ની ઉજવણી અંતર્ગત મારવાડી યુનિવર્સિટીમાં 6 અને 7 ઓક્ટોબર, 2026ના રોજ 17મા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કુલ 444 બોટલ રક્તદાન કર્યું હતું. આ કેમ્પનું આયોજન રાષ્ટ્રીય સેવા યોજના (NSS), રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC) અને હોસ્ટેલ કમિટી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. એકત્રિત થયેલું રક્ત AIIMS રાજકોટ અને પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટ ખાતે જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મારવાડી યુનિવર્સિટી દ્વારા અગાઉ યોજાયેલી 16 રક્તદાન શિબિરોમાં કુલ 4,682 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતું. 6 અને 7 ઓક્ટોબરે યોજાયેલી 17મી શિબિરમાં 444 યુનિટ સાથે છેલ્લા દસ વર્ષમાં યુનિવર્સિટી દ્વારા કુલ 5,126 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ યુનિવર્સિટી પરિવારની માનવસેવા અને સામાજિક પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. આ પ્રસંગે મારવાડી યુનિવર્સિટીના ટ્રસ્ટી ધ્રુવ મારવાડીએ જણાવ્યું હતું કે, “રક્તદાન એ માનવસેવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. ભવિષ્યમાં પણ વધુને વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સેવાકીય કાર્યોમાં જોડાય તેવી અમારી શુભેચ્છા છે.” વાઇસ ચેરમેન અને કો-ફાઉન્ડર જીતુભાઈ ચંદારાણાએ જણાવ્યું હતું કે, “આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં સેવા, કરુણા અને સામાજિક જવાબદારી જેવા મૂલ્યોનું સિંચન કરે છે. દરેક વિદ્યાર્થીની ‘Giving Spirit’ સમાજ પ્રત્યેની સંવેદનાનું પ્રતિબિંબ છે.” આ પ્રસંગે પ્રોવોસ્ટ ડૉ. રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, “રક્તદાન એ સર્વોત્તમ માનવસેવા છે. યુવાનોમાં સ્વૈચ્છિક રક્તદાન અંગે જાગૃતિ લાવવી આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય છે.” મારવાડી યુનિવર્સિટીએ તમામ રક્તદાતાઓ, તબીબી ટીમો, સ્વયંસેવકો, NSS, NCC, વિદ્યાર્થી પરિષદ, હોસ્ટેલ કમિટી અને સ્ટાફ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અતુલ ગ્રામ પંચાયતમાં સેવા સેતુ અભિયાન યોજાયું:ગ્રામજનોને એક જ સ્થળે મળી વિવિધ સરકારી સેવાઓનો લાભ
    Next Article
    "દારૂ વેચવાની ના કેમ પાડી?":જૂનાગઢના ભંડુરીમાં વિરોધ કરનાર યુવકના ઘર પર જામગરી બંદૂકથી ફાયરિંગ, 2 આરોપી ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment