Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શુભેચ્છા મુલાકાત:રાજ્યમંત્રીએ કોટેશ્વરમાં ફરજ બજાવતા બીએસએફ જવાનો સાથે કરી મુલાકાત

    4 days ago

    કચ્છ જિલ્લાના કોટેશ્વર ખાતે નાણા અને પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ તેમજ નશાબંધી અને આબકારી વિભાગના રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલે BSFના જવાનોની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યમંત્રીએ સરહદ પર ખડેપગે ફરજ બજાવતા જવાનોના ખબર અંતર પૂછ્યા અને તેમની કામગીરીની પ્રશંસા કરી હતી. જવાનો સાથે સંવાદ કરતા તેમણે જણાવ્યું કે દેશની સુરક્ષા માટે દિવસ-રાત સેવા આપતા જવાનોનું યોગદાન અમૂલ્ય છે. મંત્રી દ્વારા વધુમાં જણાવાયું કે જવાનોને કોઈપણ પ્રકારની સુવિધાની જરૂરિયાત હોય તો તેને પૂર્ણ કરવા રાજ્ય સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તેમણે જવાનોના મનોબળને વધારતા દેશપ્રેમ અને ફરજ પ્રત્યેની તેમની નિષ્ઠાને બિરદાવ્યા હતા. આ મુલાકાત દરમિયાન સરહદ પર સેવા આપતા જવાનોમાં ઉત્સાહ અને ગર્વનો માહોલ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    આકસ્મિક ચેકિંગ:પત્રી-ગુંદાલા રોડ પર ખનીજ માફિયા સામે કાર્યવાહી, ત્રણ ડમ્પર જપ્ત
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:5.6 કરોડ વર્ષ પહેલાં કચ્છ ગરમ જંગલ હતું; ખારાશ અને ખુશ્કી વચ્ચે ધબકતી વન્ય સૃષ્ટિ, સાડા પાંચ કરોડ વર્ષ પૂર્વે વ્હેલનો વસવાટ હતો!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment