Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આકસ્મિક ચેકિંગ:પત્રી-ગુંદાલા રોડ પર ખનીજ માફિયા સામે કાર્યવાહી, ત્રણ ડમ્પર જપ્ત

    4 days ago

    કચ્છ જિલ્લાના કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ફ્લાઈંગ સ્ક્વોર્ડ-કચ્છની તપાસ ટીમ દ્વારા ગેરકાયદેસર ખનીજ પરિવહન સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શુક્રવારે મુન્દ્રાના પત્રી-ગુંદાલા રોડ પર આકસ્મિક ચેકિંગ દરમિયાન બ્લેકટ્રેપ ખનીજનું રોયલ્ટી પાસ વગર ગેરકાયદે પરિવહન કરતા ત્રણ ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન બહાર આવ્યું કે વાહનોમાં જરૂરી દસ્તાવેજો વિના ખનીજનું પરિવહન કરવામાં આવી રહ્યું હતું. ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણેય ડમ્પરને સીઝ કરી પ્રાગપર પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપી દીધા છે. આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ફ્લાઈંગ સ્ક્વોર્ડની આ કામગીરી દરમિયાન અંદાજે રૂ. 65 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા પ્રશાસન દ્વારા ગેરકાયદેસર ખનન અને પરિવહન સામે સતત સખત પગલાં લેવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આવી ગેરરીતિઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી રહી છે અને આગળ પણ આવી તપાસ અભિયાન ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    ચાર્જિસમાં 50%નું ડિસ્કાઉન્ટ:વૈશ્વિક સંકટ વચ્ચે મુન્દ્રા પોર્ટ પર જગ્યા: કંડલા બંદરે આપી 50%ની જંગી રાહત
    Next Article
    શુભેચ્છા મુલાકાત:રાજ્યમંત્રીએ કોટેશ્વરમાં ફરજ બજાવતા બીએસએફ જવાનો સાથે કરી મુલાકાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment