Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સીધી ભરતી-પ્રમોશનના નિયમનું પાલન કરવા રજૂઆત:વડોદરા ફાયર વિભાગમાં સીધી ભરતીના વિરોધમાં રજૂઆત; 50-50%ના નિયમનું પાલન કરવા આવેદન

    7 hours ago

    વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં સર સૈનિકથી સબ ફાયર ઓફિસર તરીકે પ્રમોશન અને સીધી ભરતીની નીતિ સામે કર્મચારીઓએ ભારે વિરોધ દર્શાવ્યો છે અને વહીવટીતંત્ર સમક્ષ પોતાની રજૂઆત કરી છે. કર્મચારીઓનો મુખ્ય આક્ષેપ છે કે તંત્ર દ્વારા પ્રમોશન અને સીધી ભરતી વચ્ચે રાખવામાં આવતા નિયમ મુજબના 50-50 ટકાના રેશિયાનું યોગ્ય રીતે પાલન કરવામાં આવી રહ્યું નથી. વર્ષોથી સેવા આપતા કર્મચારીઓને તેમના હકના પ્રમોશનથી વંચિત રાખવામાં આવી રહ્યા હોવાથી વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓમાં ભારે અસંતોષ અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. આગામી 18 ઓક્ટોબરે વધુ 10 ભરતી હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ફાયર વિભાગમાં પ્રમોશન મેળવીને ફરજ બજાવતા કર્મચારીઓની સંખ્યા 11 છે, જ્યારે સીધી ભરતી દ્વારા નીમાયેલા કર્મચારીઓની સંખ્યા 17 છે. આમ, હાલમાં જ નિયમ વિરુદ્ધ સીધી ભરતીનો આંકડો વધારે છે. આટલું જ નહીં, આગામી 18 ઓક્ટોબરે વહીવટીતંત્ર દ્વારા વધુ 10 કર્મચારીઓની સીધી ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે પ્રમોશન અને સીધી ભરતી વચ્ચેનું સંતુલન વધુ ખોરવાઈ જશે અને વર્ષોથી પ્રામાણિકતાથી કામ કરી રહેલા જૂના કર્મચારીઓની પદોન્નતિની શક્યતાઓ સાવ ધૂંધળી થઈ જશે. કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવ્યું આ અન્યાયી નીતિ સામે વિરોધ નોંધાવતા અને પોતાના હક માટે અવાજ ઉઠાવતા કર્મચારીઓએ તંત્રને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્ર દ્વારા કર્મચારીઓએ વહીવટીતંત્રને વિનંતી કરી છે કે વર્ષોથી નિષ્ઠાપૂર્વક કામ કરતા કર્મચારીઓને ન્યાય આપવામાં આવે અને 50-50 ટકાના રેશિયાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. પ્રમોશનમાં માટે ગ્રેડ વધારવાનો રજૂઆત કરવા આવેલા ફાયર વિભાગના મુકેશ ગોંડેએ જણાવ્યું કે, સીધી ભરતીમાં વધુ પગાર આપવો પડે છે પરંતુ પ્રમોશનમાં માત્ર ગ્રેડ જ વધારવાનો હોય છે, તેમ છતાં કેમ સીધી ભરતી પ્રાધાન્ય આપવામાં આવે છે તે સમજાતું નથી. તેઓએ માગ કરી છે કે, સીધી ભરતીની પ્રક્રિયાને તાત્કાલિક ધોરણે રોકીને અથવા તો રેશિયો જાળવીને પ્રમોશન માટે લાયક કર્મચારીઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે, જેથી મનપાના કર્મચારીઓમાં વ્યાપેલો રોષ શમે અને તેમને યોગ્ય ન્યાય મળી શકે.
    Click here to Read More
    Previous Article
    પાટીદાર સમાજમાં દીકરીઓની ઘટ પર મથુરભાઈ સવાણીનો ટોણો:'40 વટાવી ગયેલા વાંઢાના લિસ્ટમાંથી નામ કઢાવી વાજપેયી-રાહુલ ગાંધી, શક્તિસિંહ જેમ દેશ સેવા કરો; બીજો કોઈ રસ્તો નથી'
    Next Article
    CJP, दीपके के साथ ध्रुव राठी, "वोट चोर" के नारे से गूंजा बेंगलुरु

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment