Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેની સાથે ભાગી એની પાસે ઝાડ સાથે બાંધી દુષ્કર્મ કરાવ્યું:સુરેન્દ્રનગરમાં શુદ્ધિકરણના નામે પતિ સહિતના પરિવારજનોની બર્બરતા, વીડિયો પણ શૂટ કર્યો, 9ની ધરપકડ

    10 hours ago

    સુરેન્દ્રનગરમાં શુદ્ધિકરણના નામે એક મહિલા સાથે દુષ્કર્મ અને બર્બરતાનો કિસ્સો સામે આવ્યો છે. અન્ય પુરુષ સાથે ભાગી ગયેલી મહિલાને પાછી લાવી પરિવારે ઘરમાં પૂરી દીધી હતી. ત્યાર બાદ ફરી પરિણીતા જતી રહી હતી. જેથી પરિવાર ફરી તેને અને જેની સાથે રહેતી હતી તે પુરુષને પાછો લાવ્યા હતા. ત્યાર બાદ મહિલાને ઝાડ સાથે બાંધી દીધી અને જેની સાથે ભાગી હતી તેની પાસે જ પતિ સહિતના સંબંધીઓએ દુષ્કર્મ કરાવ્યું હતું. માત્ર એટલું જ નહીં, તેનો વીડિયો પણ શૂટ કર્યો હતો. આ વીડિયોના આધારે જ પોલીસે 9 આરોપીઓને ઝડપી લીધા છે. આ અતિ ઘૃણાસ્પદ ઘટનામાં આંચકાજનક વાત તો એ છે કે, આ અત્યાચાર આચરવામાં બે મહિલા પણ સામેલ હતી. કૌટુંબિક અદાવત અને અત્યાચાર મહિલા પોતાના પતિને છોડીને અન્ય પુરુષ સાથે રહેવા ગઈ હતી. પતિ અને તેના પરિવારજનોએ આ બાબતની અદાવત રાખી મહિલાને ઘરમાં તાળા મારી ગેરકાયદેસર રીતે બાંધી રાખી હતી. મહિલા તક મળતાં ત્યાંથી ભાગી જતાં આરોપીઓએ તેનો પીછો કરી પકડી લીધી હતી. શુદ્ધિકરણના નામે અમાનવીય કૃત્ય આરોપીઓ મહિલા અને પુરુષને શુદ્ધિકરણ વિધિના બહાને સુરેન્દ્રનગર લાવ્યા હતા. ત્યાં લાકડાના ધોકા અને લાતોથી માર મારી મહિલાને ઝાડ સાથે બાંધી દીધી હતી. મહિલા સાથે ગયેલા પુરુષ પાસે જ મહિલા સાથે કુકર્મ કરાવી અમાનવીય વર્તન આચર્યું હતું. વિડિયોગ્રાફી અને સોશિયલ મીડિયા આરોપીઓએ આ આખા બનાવની વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી હતી. મહિલા અને પુરુષ પર આચરેલા અત્યાચારનો અશ્લીલ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ કાર્યવાહી અને તપાસ એએસપી વેદિકા બિહાની નેતૃત્વમાં પોલીસે સામાજિક આગેવાનોની માહિતી આધારે પીડિતાને શોધી કાઢી હતી. પોલીસે BNS ની કલમ 70(1), 115(2), 127(3), 142, 3(5) તથા IT એક્ટની કલમ 66(E) અને 67(A) હેઠળ ફરિયાદ નોંધી છે. પોલીસ દ્વારા વિગતવાર સ્પષ્ટતા એએસપી અને તેમની ટીમે મહિલાની પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલી મહિલા આરોપીઓએ આ ગુનામાં અન્ય આરોપીઓને સહયોગ આપ્યો હતો. હાલ તમામ આરોપીઓની પૂછપરછ કરી તેમનો ગુનાહિત ઇતિહાસ તપાસવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    તિથલ બીચ પર NSS વોલિયન્ટર્સે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું:26 વોલિયન્ટર્સ જોડાયા, આસિસ્ટન્ટ કલેક્ટર પિયુષ ઘટાલા પણ હાજર રહ્યા
    Next Article
    सुबह से शाम तक Delhi में क्या-क्या हुआ? Rahul Gandhi Protest की पूरी कहानी | Gyanesh Kumar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment