Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:GCE એક્ટમાં રજિસ્ટ્રેશન ફરજિયાત પણ મિક્સોપેથી પ્રેક્ટિશનર માટે વિકલ્પ જ નથી

    4 days ago

    ગુજરાત સરકારે અમલી બનાવેલા ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ખર્ચાળ અને જટિલ હોવાથી આયુષ પ્રેક્ટિશનરોને મુશ્કેલી પડી રહી છે. નોંધણીની છેલ્લી તારીખ 30 એપ્રિલ નજીક આવી રહી છે ત્યારે રાજ્યના 27 હજાર જેટલા આયુષ તબીબોમાંથી 2 હજાર જેટલાએ જ નોંધણી કરાવી હોવાનું ઓલ ગુજરાત આયુર્વેદ ઍસોસિયેશનના પ્રમુખ ડૉ. હસમુખ સોનીએ કહ્યું હતું. આ અંગે ઍસોસિયેશને સરકારને રજૂઆત પણ કરી છે. દેશનાં માત્ર 11 રાજ્યમાં જ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અમલમાં છે, જેમાંથી ઘણાં રાજ્યોમાં તેનો વ્યાપ મર્યાદિત રખાયો છે. કેટલાંક રાજ્યોમાં આ કાયદો માત્ર 50 બેડથી વધુ ક્ષમતા ધરાવતી હૉસ્પિટલો સુધી જ લાગુ કરાયો છે જ્યારે બાકીનાં રાજ્યોમાં અમલ હજુ થયો નથી. આવા સંજોગોમાં ગુજરાતમાં નાના ક્લિનિક સુધી કડક અમલ કરવાના નિર્ણયને કારણે પ્રેક્ટિશનરોમાં ગૂંચવણ અને અસંતોષ વધી રહ્યો છે. ડૉ. હસમુખ સોનીએ કહ્યું હતું કે બિહાર જેવાં રાજ્યોએ નાના ક્લિનિકોને મુક્તિ આપી છે જ્યારે ગુજરાતમાં એક રૂમના ક્લિનિક માટે પણ આકરા નિયમો લાગુ કરાયા છે. રજિસ્ટ્રેશન પોર્ટલ પર મિક્સોપેથી એટલે કે આયુર્વેદ સાથે મોડર્ન મેડિસિનની પ્રેક્ટિસ કરતા ડૉક્ટરો માટે કોઈ સ્પષ્ટ વિકલ્પ અપાયો ન હોવાથી રજિસ્ટ્રેશન કરાવી શકાતું નથી. આ અંગે અમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે, જે અત્યારે પડતર છે. સરકાર એ સમજવામાં નિષ્ફળ રહી છે કે એક રૂમમાં પ્રેક્ટિસ કરતા ક્લિનિક અને મોટી હૉસ્પિટલના માપદંડો એકસમાન ન હોઈ શકે. આયુષ તબીબોને રજિસ્ટ્રેશન માટેના મુખ્ય પડકાર •આ એક્ટના નિયમો મુજબ નાનામાં નાના એક રૂમના ક્લિનિક માટે પણ કમ્પ્યુટર સિસ્ટમ, ડેટા ઓપરેટર અને ક્વોલિફાઇડ નર્સિંગ સ્ટાફ રાખવો અનિવાર્ય બને છે. આ સુવિધાઓ ઊભી કરવાથી અને સ્ટાફના પગારને કારણે નાના ક્લિનિકના માલિક પર દર મહિને આશરે ₹25,000થી ₹40,000 સુધીનો વધારાનો મેન્ટેનન્સ ખર્ચ આવી શકે છે. ઓછી આવક ધરાવતા નાના ક્લિનિકો માટે આટલો મોટો ખર્ચ ઉઠાવવો વ્યવહારુ રીતે મુશ્કેલ છે. •આયુષ ડૉક્ટરો પહેલેથી કાઉન્સિલમાં નોંધાયેલા હોવા છતાં ક્લિનિક માટે અલગથી રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. •એક જ ક્લિનિકમાં એલોપેથી, આયુર્વેદ, હોમિયોપેથી ડોક્ટરો પ્રેક્ટિસ કરતા હોય તો દરેકનું અલગ રજિસ્ટ્રેશન કરાવવાની જોગવાઈથી વહીવટી અને આર્થિક ભારણ વધે છે. •કાયદાના જટિલ નિયમો અને પૂરતી જાણકારીના અભાવે આરટીઆઈ એક્ટિવિસ્ટો નાના ડૉક્ટરોને હેરાન કરતા હોવાની ફરિયાદો પણ ઍસોસિયેશનને મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    GCCIએ રેલવે સમક્ષ કરી રજૂઆત:અમદાવાદ-ભુજ નમો ભારતનો સમય બદલવા વંદે ભારતને છારોડી સ્ટોપેજ આપવા રજૂઆત
    Next Article
    મનપાની કડક કાર્યવાહી:મહેસાણા નાગલપુર હાઈવે ઉપરની એસ-9 કોમ્પલેક્ષની 29 દુકાનો સીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment