Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GCCIએ રેલવે સમક્ષ કરી રજૂઆત:અમદાવાદ-ભુજ નમો ભારતનો સમય બદલવા વંદે ભારતને છારોડી સ્ટોપેજ આપવા રજૂઆત

    4 days ago

    ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઈ)ના હોદ્દેદારો અને અમદાવાદ ડિવિઝન અધિકારીઓ વચ્ચે ઓપન હાઉસ સત્ર યોજાયું હતું. આ સત્રમાં ઉદ્યોગ, વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રના અગ્રણીઓ તથા હિતધારકોએ માલ પરિવહન, પોર્ટ કનેક્ટિવિટી, પેસેન્જર સેવાઓ અને લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા જેવા મુદ્દા પર ચર્ચા કરી હતી. અમદાવાદ-ભુજ નમો ભારત ટ્રેનનો સમય બદલવા, ઓખા વંદેભારત એક્સપ્રેસને સાણંદના બદલે છારોડી સ્ટોપેજ આપવા, ટ્રાવેલ એજન્ટો માટે તત્કાલ બુકિંગ સમયમાં ફેરફાર કરવા સહિત અન્ય મુદ્દા પર ચેમ્બરના હોદ્દેદારોએ રજૂઆત કરી હતી. અમદાવાદના ડીઆરએમ વેદ પ્રકાશે રેલવેની નીતિઓ, માલ પરિવહન યોજનાઓ તથા હાલ ચાલી રહેલાં વિકાસકામો અંગેની માહિતી રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતીય રેલવેને વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે વિકસાવાઈ છે. વંદે ભારત એક્સપ્રેસ અને મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જેવી યોજનાઓ રાજ્યના વિકાસને નવી ગતિ આપશે. ચેમ્બરના પ્રમુખ સંદીપ એન્જિનિયરે ઔદ્યોગિક વિકાસ અને સ્પર્ધાત્મકતા વધારવા માટે લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા સુધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ચેમ્બરના હોદ્દેદારો સહિત સંસ્થાના પ્રતિનિધિઓએ વેગન ઉપલબ્ધતા અને ડિજિટલ ઈન્ટિગ્રેશન જેવા મુદ્દા પર ધ્યાન આપવા સૂચન કર્યું હતું. GCCIએ રેલવે સમક્ષ કરેલી મુખ્ય રજૂઆતો •અમદાવાદ–ભુજ નમો ભારત સવારે ભુજથી અને સાંજે અમદાવાદથી ચાલે છે; તેના બદલે સવારે અમદાવાદથી અને સાંજે ભુજથી ચલાવવાની માગ. • અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસને સાણંદના બદલે છારોડી ખાતે સ્ટોપેજ આપવાની રજૂઆત, જેથી સાણંદ જીઆઈડીસી નજીક પડે. •તત્કાલ ટિકિટ બુકિંગ સમયે ટ્રાવેલ એજન્ટો માટે રાખવામાં આવેલા શરૂઆતના 30 મિનિટના બ્લોક સમયને ઘટાડવાની માંગ. •અમદાવાદથી મુંદ્રા પોર્ટ તરફ જતા કન્ટેનરોને પહોંચવામાં વધુ સમય લાગતો હોવા કારણે સમય ઘટાડવા તથા ભાડામાં સુધારો કરવાની રજૂઆત. •માલ પરિવહન માટે વધુ વેગન ઉપલબ્ધતા અને ઝડપી લોજિસ્ટિક્સ સુવિધા વધારવાની માંગ.
    Click here to Read More
    Previous Article
    નોકરી ન્યૂઝ:રેલવેમાં 11127 આસિસ્ટન્ટ લોકો પાઈલટની ભરતી થશે
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:GCE એક્ટમાં રજિસ્ટ્રેશન ફરજિયાત પણ મિક્સોપેથી પ્રેક્ટિશનર માટે વિકલ્પ જ નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment